I don't know the detailed politics of Maharashtra: Gadkari on Maharashtra govt formation
  • Home
  • Featured
  • નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજકારણને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું ક્રિકેટ અને રાજકારણમાં…

નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજકારણને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું ક્રિકેટ અને રાજકારણમાં…

 | 9:25 am IST

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શકય છે. ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ માહિતી નથી.

મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ વગરની સરકાર બને તો મુંબઈમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું શું થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર બદલાય છે પરંતુ પ્રોજેક્ટ ચાલુ રહે છે. મને તેનાથી કોઈ સમસ્યા નથી. સરકાર કોઈ પણ બને પરંતુ અમે સકારાત્મક નીતિઓનું સમર્થન કરીશું.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમત મળ્યું છે પરંતુ અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદના ફોર્મ્યુલાએ બાજી બગાડી અને ગઠબંધન તૂટી ગયું. હવે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવામાં વ્યસ્ત છે.

શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ બનતી જોવા મળી રહી છે. ત્રણેય પાર્ટીઓએ ગુરુવારે સરકાર માટે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ પર મુંબઈમાં એક બેઠક યોજીને ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા. આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી. કમિટીમાં શિવસેના, NCP અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓ – દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં પ્રદૂષણનો આંકડો 500 AQIને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન