હું એન્કાઉન્ટર શબ્દની વિરુદ્ધમાં છું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • હું એન્કાઉન્ટર શબ્દની વિરુદ્ધમાં છું

હું એન્કાઉન્ટર શબ્દની વિરુદ્ધમાં છું

 | 3:09 am IST

। મુંબઈ ।

જીવનમાં ન કરેલા ગુના માટે મારે શિક્ષા ભોગવવી પડી, એ માટે મારે જેલમાં પણ જવું પડયું. પોલીસ અને ગુંડાઓના રાજકારણના કારણે મારે જેલમાં જવુ પડયું એવો દાવો હાલમાં જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રાજીનામુ આપી શિવસેનામાં જોડાયેલા પોલીસ ઉચ્ચ અધિકારી પ્રદીપ શર્માએ કર્યો હતો. મારા પર નાહકની કાર્યવાહી કરાઈ, પણ કોર્ટે મને નિર્દોષ છોડયો. હું જેલમાં ગયો ત્યારે મેં જ પકડેલા ગુનેગારો પણ ત્યાં હતા એમની સાથે જ મારે રહેવું પડયું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્યના ગૃહખાતાએ હાલમાં જ પ્રદીપ શર્માનું વોલેન્ટિયરી રિયાટરમેન્ટ મંજૂર કર્યું હતું. નિવૃત્ત થયા બાદ તે હવે શિવસેનામાં જોડાયા છે. નાલાસોપારામાંથી શિવસેના તેમને ઉમેદવારી આપે એવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે.

પ્રદીપ શર્માએ ક્હયું છે કે મારી આખી સેવાની કારકિર્દી મુંબઈમાં જ ગઈ. બાળાસાહેબ સાથે મારા સારા સંબંધ હતા, મને એ તેમના દીકરા જેવો જ માનતા. આતંકવાદીઓ સાથે લડતા કે તેમની સામે કાર્યવાહી કર્યા બાદ તે મને બિરદાવતા. ઉદ્ધવ ઠાકરે સાથે પણ મારા સારા સંબંધ છે. શિવેસના મને મારા વિચારોની લાગી એટલે તેમાં પ્રવેશ કર્યો. કેટલીક યાદો વાગોળતા તેમણે કહ્યું હતું કે જે માણસ મારી કેબિનની બહાર ઉભો રહેતો હતો એ પછી ગૃહપ્રધાન થયો. હું એમને ત્રાસ આપુ છું એમ કહેનાર પણ ગૃહપ્રધાન થયો. એ જ્યારે ગૃહપ્રધાન થયો ત્યારે હું સસ્પેન્શન પર હતો.

પ્રદીપ શર્માએ કહ્યું હતું કે મને કોઇ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહે એ ગમતું નથી. હું એન્કાઉન્ટર શબ્દની વિરુદ્ધમાં છું. એન્કાઉન્ટર શબ્દ એ મીડિયાએ તૈયાર કર્યો છે. ખરો શબ્દ પોલીસ ઓપરેશન છે. એન્કાઉન્ટર કરવું કે કોઇને મારી નાખવું મને જરા પણ ગમતું નથી. પણ ઘણી વાર એવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે કે દેશ હિત માટે, લોકહિતાર્થે એવા પગલા લેવા પડતા હોય છે. હું બ્રાહ્મણ પરિવારમાંથી આવુ છું.

મારા દાદા પૂજા કરતા. ગુનેગારને મારી નાખ્યા બાદ મને ક્યારેય આનંદ થતો નથી. હું જ નહી, કોઇ પણ ઓફિસરને એન્કાઉન્ટર ગમતું નથી હોતું. મને પણ નથી ગમતું, પણ એ એક અકસ્માત હોય છે. સામેથી જ્યારે ગોળીબાર થાય ત્યારે તમારી પાસે વળતો હુમલો કર્યા સિવાય બીજો પર્યાય નથી હોતો. એન્કાઉન્ટરનો કોઇ મેસેજ નથી હોતો. પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરવી પડતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;