I have never cheated in my life: Serena Williams
  • Home
  • Featured
  • સેરેના વિલિયમ્સ વિવાદોમાં, US ઓપનની ફાઇન્લમાં એમ્પાયરને ગણાવ્યો ચોર

સેરેના વિલિયમ્સ વિવાદોમાં, US ઓપનની ફાઇન્લમાં એમ્પાયરને ગણાવ્યો ચોર

 | 1:48 pm IST

US ઓપન 2018ની મહિલા સિંગલ કેટેગરીનો ફાઇનલ મુકાબલો ટેનિસ ફેન્સ હંમેશા યાદ રાખશે. તેની પાછળના બે કારણો છે. પહેલાં એક કે નવા ચેમ્પિયનો આમને-સામને આવશે અને બીજું સેરેના વિલયમ્સનો એમ્પાયરની સાથે ઉગ્ર વિવાદ. જાપાનના નાઓમી ઓસાકાએ ફાઇનલ મુકાબલામાં સેરેના વિલિયમ્સ સામે 6-2, 6-4થી જીત નોંધાવી. ઓસાકાનો આ પહેલો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. જાપાનની તરફથી આ કારનામું કરનાર ઓસાકા પહેલી ખેલાડી બની. સેરેના અને ઓસાકાની વચ્ચે આ મેચને ગ્રાન્ડસ્લેમની સૌથી વિવાદાસ્પદ ફાઇનલ તરીકે પણ ઓળખાશે.

અત્યાર સુધી 23 વખત ગ્રાન્ડસ્લેમનો ખિતાબ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સની મેચ જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફૈન્સ પહોંચ્યા હતા. ફૈન્સને આશા હતી કે સેરેના મારગ્રેટ કોર્ટના 24 ગ્રાન્ડસ્લેમ ખિતાબ સૌથી વધુ મેળવવાનો રેકોર્ડ બનાવશે. પરંતુ એવું થઇ શકયું નહીં મેચ હાર્યા બાદ પણ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ચર્ચામાં રહી છે.

વાત એમ છે કે ગેમના બીજા સેટ દરમ્યાન સેરેના વિલિયમ્સને પેનલ્ટીનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ તે એમ્પાયર પર ભડકી. ગેમ દરમ્યાન સેરેનાના કોચ તેને કંઇક ઇશારો કરી રહ્યાં હતા. સેરેનાને કહ્યું કે તેઓ ચીટિંગ (બેઇમાની)થી મેચ જીતવા માંગતી નથી. સેરેનાએ પેનલ્ટી આપવા માટે એમ્પાયરને ચોર પણ કહ્યો.

36 વર્ષની સેરેના વિલિયમ્સે ગેમ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન કરતા એમ્પાયરે પેનલ્ટી આપી હતી. સેરેનાએ એમ્પાયરને કહ્યું કે હું જીતવા માટે બેઇમાની કરતી નથી. આજ પછી તું મારી એક પણ મેચનો હિસ્સો બની શકીશ નહીં. તું જુઠ્ઠો છે અને તેના માટે તારે મારી માફી માંગવી જોઇએ. તે મારી મેચનો એક અંક છીનવી લીધો અને આથી તું ચોર પણ છે. સેરેનાના મતે કોચ માત્ર તેનો ઉત્સાહ વધારવા માટે તેને અંગૂઠો દેખાડી રહ્યો હતો.

મેચ પૂરી થયા બાદ પણ ગુસ્સો યથાવત રહ્યો
મેચ પૂરી થયા બાદ પણ સેરેનાનો એમ્પાયર સામે ગુસ્સો યથાવત રહ્યો. તેણે એમ્પાયર સાથે હાથ ના મિલાવ્યો અને મેચ બાદ કહ્યું કે હું હાલ પ્રશ્ન ઉઠાવીને અશિષ્ટ વ્યવહાર કરવા માંગતી નથી. આ નાઓમી ઓસાકાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ છે આથી તેના માટે આ જીતની ખુશનુમા બનાવે છે.

ઓસાકાએ મેચ પછી કહ્યું કે હજુ પણ મને લાગતું નથી કે ખરેખર આમ થયું છે. કદાચ થોડાંક દિવસમાં મને અહેસાસ થશે કે મેં શું કર્યું છે. પેનલ્ટી દ્વારા એક ગેમ મળવા પર ઓસાકાએ કહ્યું કે જ્યારે બધું થયું ત્યારે સ્કોર 5-3 હતો આથી હું થોડી ભ્રમમાં હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે મારે મારું ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે. આ ચેમ્પિયન ખેલાડી છે આથી મને ખબર છે કે આથી તેઓ કોઇપણ અંકના સમયે વાપસી કરી શકે છે.