i k jadeja statement on india ban at gujarat
  • Home
  • Gandhinagar
  • કોંગ્રેસનું ભારત બંધ નિષ્ફળ, હાર્દિક અનામતનો મુદ્દો ભુલ્યો: આઇ.કે.જાડેજા

કોંગ્રેસનું ભારત બંધ નિષ્ફળ, હાર્દિક અનામતનો મુદ્દો ભુલ્યો: આઇ.કે.જાડેજા

 | 5:34 pm IST

ભારત બંધ મામલે ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતના લોકો કોંગ્રેસને ટેકો આપવા તૈયાર નથી.કોંગ્રેસે પ્રચાર માધ્યમમાં રહેવા માટે દેખાવો કરે છે. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ માટે અમે ચિંતિત છીએ. તથા પેટ્રોલ-ડીઝલનો ભાવ આતંરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર રહેલો છે.

જેથી આંતરરાષ્ટ્રીય સ્થિતિને લઈને આ ભાવો વધ્યા છે. 2013માં પેટ્રોલનો ભાવ રૂ.82.60 હતો અને હાલમાં પેટ્રોલનો ભાવ રૂ.82.14 છે. કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જોવે પછી બીજી વાત કરે.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારીના ભાવ મુદ્દે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જાડેજાએ કોંગ્રેસના બંધને નિષ્ફળ ગણાવ્યું હતું. તો હાર્દિક પટેલના આંદોનલ મુદ્દે આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અનામતનો મુદ્દો ભૂલી ગયો છે.

 
અને કોંગ્રેસ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકશાહીમાં કોઇપણ આંદોલન કરી શકે છે. કોંગ્રેસ સમાજ-સમાજ વચ્ચે વાડા ઉભા કરી રહી છે.

કાર્યાલયમાં કાર્યકર્તા પ્રવેશ બાબતે જાડેજાએ જણાવ્યું કે કાર્યાલયમાં હાલ કામ ચાલી રહ્યું છે. ગીરીશ પરમારની એન્ટ્રી બાબતે મુદ્દો ટ્વિસ્ટ કરાયો છે. ભારત બંધ મુદ્દે જાડેજાએ કહ્યું કે, પેટ્રોલ ડિઝલ ભાવ મુદ્દે સરકાર ચિંતિત છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા બંધનુ એલાન આપ્યુ છે. કોંગ્રેસ દ્વારા અપાયેલુ એલાન નિષ્ફળ ગયુ છે.