મેં લાઈફ્માં આજ સુધી બધું જ સંયમિત રહીને કર્યું છે! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મેં લાઈફ્માં આજ સુધી બધું જ સંયમિત રહીને કર્યું છે!

મેં લાઈફ્માં આજ સુધી બધું જ સંયમિત રહીને કર્યું છે!

 | 1:13 am IST

મૂડ મૂડ કે દેખઃ પાર્થ દવે

અનિલકપૂરે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું, ‘એક વખત હું અને શીવાજી ગણેશન સાથે ડિનર કરતા હતા. ત્યારે તેમણે એક વાત મને કરેલી કે, મેં કરિયર દરમ્યાન ઘણું જ બધું હાંસલ કર્યું છે. આટલા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવ્યા છે. પરંતુ મને એક અફ્સોસ છે કે હું મારા પરિવાર સાથે પૂરતો સમય નથી વિતાવી શક્યો. હવે મારે મારા સંતાનોને જાણવા છે! હજુ પણ હું તેમની સામે બેસું છું, ત્યારે મને તેઓ સ્ટ્રેન્જર જેવા લાગે છે! તેઓ મને આદર આપે છે, પણ હું અનુભવી શકું છું કે અમારા સંબંધમાં કશુંક ખૂટે છે.’ ગણેશનજીએ વાત કરી તે કિંમત અમારે બધાએ ચૂકવવી પડતી હોય છે…’

આ શબ્દો છે અનિલ ‘ઝક્કાસ’ કપૂરના! અનિલ કપૂરનો જન્મ ૨૪ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ ચેમ્બુર, મુંબઈમાં થયો હતો. તે જાણીતા ફ્લ્મિ-નિર્માતા સુરેન્દ્ર કપૂરના પુત્ર છે. જેઓ અગાઉ શમ્મી કપૂર અને ગીતા બાલીના મેનેજર તરીકે કામ કરતા હતા અને બાદમાં નિર્માતા બન્યા. તેની માતાનું નામ નિર્મલ કપૂર છે. તેના મોટા ભાઈ બોની કપૂર પ્રસિદ્ધ નિર્માતા અને નાનો ભાઈ સંજીવ કપૂર અભિનેતા છે. અનિલ કપૂરનું પ્રાથમિક શિક્ષણ ઓવર લેડી ઓફ્ પરપિચ્યુઅલ, સ્કૂલ ચેમ્બુરમાં થયું.

ત્યાર બાદ તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈમાં અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૮૪માં અનિલના લગ્ન કોસ્ચ્યુમ ડિઝાઈનર સુનીતા ભાવનાની સાથે થયા હતા. તેમને ત્રણ સંતાન છેઃ સોનમ, રિયા અને હર્ષવર્ધન. હર્ષવર્ધન અભિનય ક્ષેત્રે ડગ માંડી ચૂક્યો છે અને સોનમ ખાસ્સો એવા સમયથી અભિનય અને મોડેલિંગ કરી રહી છે.

અનિલ કપૂર પહેલવહેલી વખત વર્ષ ૧૯૭૧માં ફ્લ્મિ ‘તું પાયલ મેં ગીત’માં યંગ શશિ કપૂરના રોલમાં દેખાયો હતો. જોકે, ફ્લ્મિ કોઈ કારણસર રિલીઝ નહોતી થઈ શકી. તેના ૮ વર્ષ બાદ ઉમેશ મહેરાની ‘હમારે તુમ્હારે’ ફ્લ્મિ દ્વારા અનિલે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. એ ફ્લ્મિના મુખ્ય કલાકારો સંજીવ કુમાર અને રાખી હતા. એ જ વર્ષે તેણે એક તેલુગુ ફ્લ્મિમાં લીડ એક્ટર તરીકે ડેબ્યુ કર્યું. ‘શક્તિ'(૧૯૮૨) ફ્લ્મિમાં નાનો રોલ કર્યા બાદ ૧૯૮૩માં આવેલી ‘વો સાત દિન’માં અનિલે મુખ્ય પાત્ર ભજવ્યું. ફ્લ્મિના તેમજ તેના અભિનયના ખૂબ જ વખાણ થયા. ફ્લ્મિમાં અનિલની સાથે પદ્મિની કોલ્હાપુરે તથા થિયેટરના જબરદસ્ત એક્ટર નસીરુદ્દીન શાહ હતા. તેના એક વર્ષ બાદ આવેલી યશ ચોપરાની ‘મશાલ’ ફ્લ્મિ થકી અનિલની ઓળખ મજબૂત બની.

સુભાષ ઘઈની ‘મેરી જંગ’ ફ્લ્મિ માટે અનિલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. ત્યાર બાદ સુભાષ ઘઈ સાથે અનિલ ‘રામ લખન’, ‘તાલ’, ‘કર્મા’, વગેરે જેવી ફ્લ્મિો કરી. ‘રામ લખન’ બાદ જેકી શ્રોફ્ અને અનિલ કપૂરની જોડી પણ જામી ગઈ હતી. અનિલ કપૂરે સોલો અને મલ્ટિસ્ટારર બેઉ પ્રકારની ફ્લ્મિોમાં સારું એવું કાઠું કાઢયું. તેણે ચમેલી કી શાદી, ઈશ્વર જેવી હટ-કે ફ્લ્મિો પણ કરી. વર્ષો જતા તેણે અનીસ બઝમીની વેલકમ, વેલકમ બેક, નો પ્રોબ્લેમ, નો એન્ટ્રી જેવી ફ્લ્મિોમાં કોમેડી પાત્રો પણ બખૂબી ભજવ્યા અને પ્રશંસા મેળવી. તેના ‘નાયક’ ફ્લ્મિના એક દિવસના મુખ્યમંત્રી બનતા પાત્રને કે ‘બેટા’ના નિર્દોષ પુત્રના પાત્રને કોણ ભૂલી શકે?

એ ઓળખ આજે પણ કાયમ છે. અનિલ કપૂરની હંમેશ તેની એવરગ્રીન બોડીને લઈને પ્રશંસા થતી રહે છે. આજે તેની ઉંમર ૬૦ વર્ષની છે છતાંય તે એટલો જ ફ્ટિ એન્ડ સેક્સી છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આવા જ એક પ્રશ્નના જવાબમાં તે કહે છે કે, ‘હું કોઈ સેક્સી પર્સન નથી! હું ઈમ્પ્રેશન ઊભી કરવા કે સ્માર્ટ દેખાવા માટે ડ્રિન્ક કે સ્મોક કરતો નથી. નથી કોઈ સ્ત્રીને ડેટ કરતો કે મારી ચોરે ને ચોકે ચર્ચા થાય. મેં મારી લાઈફ્માં આજ સુધી બધું જ સંયમમાં રહીને કર્યું છે. આજે મારું ફ્ટિ શરીર કદાચ મારી મર્યાદાઓના પાલનનું અને યુવાનીમાં મેં કરેલા સેક્રિફઇસનું પરિણામ છે!’

૨૦૦૮માં આવેલી હોલિવૂડ ફ્લ્મિ ‘સ્લમડોગ મિલિયોનેર’માં અનિલ કપૂરે કામ કર્યું. ત્યાર બાદ તેણે ટોમ ક્રુઝની ‘મિશન ઈમ્પોસિબલ’ તથા અમેરિકન સીરીઝ ‘૨૪’માં કામ કર્યું. તેણે ‘ચમેલી કી શાદી’નું ટાઇટલ ગીત ર્ફ્સ્ટ ટાઇમ ગાયું હતું. અનિલે ‘બધાઈ હો બધાઈ'(૨૦૦૨), ‘માય વાઇફ્સ મર્ડર'(૨૦૦૫) તથા ‘ગાંધી માય ફધર'(૨૦૦૭) જેવી ફ્લ્મિો પ્રોડયૂસ પણ કરી છે. ‘ગાંધી માય ફધર’ને નેશનલ એવોર્ડ એનાયત થયો હતો.

૨૦૧૦માં તેણે પુત્રી સોનમને ચમકાવતી ‘આયશા’ ફ્લ્મિ પ્રોડયૂસ કરી. છેલ્લે અનિલ કપૂર અનિસ બઝમીની જ ‘મુબારકાં’માં દેખાયો હતો. તેની આવનારી ફ્લ્મિોમાં ફ્ન્ને ખાં, રેસ ૩ અને ટોટલ ધમાલ છે.

[email protected]