એમેઝોન પર I Love Xiaomiની સેલ, સ્માર્ટફોન પર મળશે ભારે છૂટ - Sandesh
  • Home
  • Technology
  • એમેઝોન પર I Love Xiaomiની સેલ, સ્માર્ટફોન પર મળશે ભારે છૂટ

એમેઝોન પર I Love Xiaomiની સેલ, સ્માર્ટફોન પર મળશે ભારે છૂટ

 | 12:02 pm IST

ચીની સ્માર્ટફોન મેકર શાઓમીની વેબસાઈટ અને એમેઝોન પર I Love Xiaomiની સેલની શરૂઆત થવાની છે. 6 ડિસેમ્બરથી ચાલનાર આ સેલ 8 ડિસેમ્બર સુધી ચાલશે. જો સ્માર્ટફોન ખરીદવાની તૈયારી કરી રહ્યો છો તો તમારે ડિસ્કાઉન્ટ વિશે જાણવું જોઈએ.

આ સેલમાં Redmi 6A, Mi A2 અને Redmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામા આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટની આશા રાખી શકો છો. આમાંથી એક્સેસરીઝ પણ હોઈ શકે છે. સ્માર્ટફોન્સ પર મળનાર ડિસ્કાઉન્ટ બધા જ વેરિએન્ટ પર લાગું થાય છે.

સેલ દરમિયાન Mi A2નો 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમોરી વેરિએન્ટ તમને 14,999 રૂપિયામાં મળશે. આ સ્માર્ટફોનની અસલ કિંમત 17,999 રૂપિયા છે. જોકે, આને પોતાની અસલ કિંમતમાં જ વેચવામા આવ્યો છે. જો તમારે પ્યોર એન્ડ્રોઈડ એક્સરીરિએન્સ જોઈએ તો Mi A2 ખરીદી શકો છો. કેમ કે, આમાં Android One પ્લેટફોર્મ છે અને લેટેસ્ટ વર્જન અપડેટ પણ મળતા રહેશે.

Mi A2નો 6GB રેમ અને 128GB ઈન્ટરનલ મેમોરી વેરિએન્ટ તમને એમેઝોન પર 16,999 રૂપિયામાં મળશે.

સેલ્ફી આધારિત Y2 સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ આપવામા આવશે. આ સેલમાં આ સ્માર્ટફોન તમને 8,999 રૂપિયામાં મળશે, એટલે ઓરિજનલ પ્રાઈસથી 2000 રૂપિયાથી ઓછી કિંમત પર મળશે. આટલી કિંમત પર તમને 3GB રેમ અને 32GB ઈન્ટરનેલ મેમોરીવાળો વેરિએન્ટ મળશે. Redmi Y2ને બીજા વેરિએન્ટ જેમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામા આવી છે. આ વેરિએન્ટ તમને 10,999 રૂપિયામાં મળશે આની અસલી કિંમત 12,499 રૂપિયા છે.

Redmi 6A એક શાનદાર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ઉપર પણ I Love Xiaomi સેલમાં ડિસ્કાઉન્ટ મળશે. આને તમે 5,000 રૂપિયામાં ખરીદી શકો છો. આમ આ સ્માર્ટફોન પર તમને 1000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળશે. જોકે, સમયે-સમયે આની કિંમતમાં ઘટાડો થતો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન