I Made 700 Run still They Remove Me As A Captain says Sunil Gavaskar
  • Home
  • Sports
  • Cricket
  • સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો, 700 રન ફટકાર્યા બાદ પણ તેને કેપ્ટન પદેથી હટાવી દીધો હતો

સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો, 700 રન ફટકાર્યા બાદ પણ તેને કેપ્ટન પદેથી હટાવી દીધો હતો

 | 9:30 pm IST

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, તેણે આજ સુધી ક્યારેય સમજમાં નથી આવ્યું કે, 1978-79માં ભારતમાં વેસ્ટઈન્ડિઝની સામેની ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ પણ તેને કેમ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આ સીરિઝમાં તેણે 700થી પણ વધારે રન બનાવ્યા હતા. ભારતે છ મેચોની સીરિઝ 1-0થી જીતી હતી. આ સીરિઝ બાદ ગાવસ્કરના સ્થાને એસ. વેંકટરાઘવનને ટીમના કેપ્ટન બનાવાયા હતા.

ગાવસ્કરે એક અંગ્રેજી અખબારમાં પોતાની કોલમમાં લખ્યું છે કે, વેસ્ટઈન્ડીઝની સામે સીરિઝ જીત્યા બાદ પણ મને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે આ સીરિઝમાં મેં 700થી પણ વધારે રન બનાવ્યા હતા. ગાવસ્કરે લખ્યું કે, મને આજ સુધી કારણ જાણવા નથી મળ્યું, પણ હું તે સમયે કેરી પેકર વર્લ્ડ સીરિઝ ક્રિકેટ સાથે જોડાવવા તૈયાર હતો અને તે માટે કદાચ મને હટાવાયો હોઈ શકે. સિલેક્શન પહેલાં મેં બીસીસીઆઈ સાથે કરાર કર્યા અને જણાવ્યું હતું કે હું કોના માટે વફાદાર છું.

ગાવસ્કરે કહ્યું કે, તેણે કેવી રીતે બિશન સિંહ બેદીને ટીમમાં રાખવા માટે ચયનકર્તાઓને મનાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, સમિતિએ નિર્ણય કર્યો હતો કે 3 મેચો બાદ તે બેદીને હટાવી દેતા. ગાવસ્કરે કહ્યું કે, મેં જ્યારે પાકિસ્તાન સીરિઝ બાદ કેપ્ટન તરીકે તેનું સ્થાન લીધું ત્યારે સમિતિ તેને હટાવવા માગતી હતી. મેં કહ્યું કે, તે અત્યારે પણ દેશમાં ડાબા હાથનો સર્વશ્રેષ્ઠ સ્પિનર છે અને એટલે જ તેણે પહેલી ટેસ્ટ મેચમાં તેને મોકો આપ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 626 નવા કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન