I myself am a victim of nepotism: Saif Ali Khan
  • Home
  • Featured
  • PHOTOS: સૈફ અલી ખાને કહ્યું કે-હું ખુદ નેપોટિઝમનો શિકાર બન્યો છું, ફેન્સે કહ્યું-આટલો ખોટો ના થા

PHOTOS: સૈફ અલી ખાને કહ્યું કે-હું ખુદ નેપોટિઝમનો શિકાર બન્યો છું, ફેન્સે કહ્યું-આટલો ખોટો ના થા

 | 7:45 pm IST

સૈફ અલી ખાન બૉલિવૂડમાં લાંબા સમયથી છે અને તેમનો પરિવાર આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. તેમ છતાં સૈફ અલી ખાને એવું નિવેદન આપ્યું કે ચારેકોર તેની ટીકા થઈ રહી છે. સુશાંતના નિધન પર તેનું કહેવું છે કે તે, પોતે નેપોટિઝ્મનો શિકાર થયો છે. સૈફે કહ્યુ, ‘નેપોટિઝ્મનો શિકાર તો હું પણ બન્યો છું. પરંતુ કોઇને પણ તેમાં રસ નથી. બિઝનેસ આવી રીતે જ ચાલે છે. હું હવે નામ તો ન લઇ શકું પરંતુ ઘણીવાર એવું બન્યુ હતુ કે કોઇના પિતાનો ફોન આવતો કે આ ફિલ્મમાં સૈફને ન લેતા. આ બધું બનતુ રહ્યું છે અને મારી સાથે પણ બન્યુ છે.’

સૈફે આગળ કહ્યું કે, કોઇ વિશેષ વર્ગને વધારે તક આપવી અને વધારે ટેલેન્ટેડ લોકોને છોડી દેવા આ બધું યોગ્ય નથી. નેપોટિઝ્મમાં સૌથી ખરાબ સ્થિતિ એવી સર્જાય છે કે, ઘણીવાર સક્ષમ અને શ્રેષ્ઠ કલાકારોની અવગણના કરીને એવા લોકોને લેવામાં આવે છે જેનામાં પૂરતું ટેલેન્ટ નથી. હવે મારી પાસે તેનો કોઇ જવાબ તો નથી. પરંતુ આવું બનતું હોય છે. હવે આ વાત પર લોકો ગુસ્સે થયા અને મીમ બનાવી તેની ટીકા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન