i never slept with any director says nargis fakhri See full video
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક વાર નહીં વારંવાર ડાયરેક્ટરે કહ્યું પણ હું એની સાથે સુતી જ નહીં, પછી આવી હાલત થઈ!

એક વાર નહીં વારંવાર ડાયરેક્ટરે કહ્યું પણ હું એની સાથે સુતી જ નહીં, પછી આવી હાલત થઈ!

 | 2:01 pm IST

બોલિવૂડમાં ઈત્મિયાજ અલીની સુપરહિટ ફિલ્મ રોકસ્ટારથી ડેબ્યૂ કરનારી અમેરિકન મોડેલ અને હીરોઈનને પાછળ રાખી દેનારી એક અભિનેત્રી નરગિસ ઘણા સમયથી બોલિવૂડમાંથી ગૂમ છે. જો કે નરગિસે બોલિવૂડમાં ઘણા નામી ફિલ્મોમા કામ કર્યું છે અને લોકોને તેની એક્ટિંગ પણ પસંદ પડી છે. નરગિસે હોલિવૂડ ફિલ્મ સ્પાઈમાં પણ કામ કર્યું છે. પરંતુ હાલમાં અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂ આપ્યું કે જેમાં તેણા નવા નવા ખુલાસા કર્યા છે.

નરગિસએ હાલમાં પુર્વ પોર્નસ્ટાર બ્રિટની દેલા મોરાને ઈન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે ઘણા નવા નવા ખુલાસા કર્યા હતા કે જે ખરેખર ચોંકાવનારા હતા. બ્રિટનીએ નરગિસને પૂછ્યું કે, તમે તમારી માટે કોઈ સીમા નક્કી કરેલી છે? કારણ કે મને ખબર છે મારે જિંદગીમા શું કરવું હતું અને હું પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ. તો તમે તમારા જીવનમાં કોઈ નૈતિક સીમાઓ બાંધી છે ખરી?

આ પ્રશ્નના જવાબમાં નરગિસે કહ્યું કે, મારી માતાએ મારૂ જે રીતે પાલન પોષણ કર્યું તેના પરથી મે એક વાત નક્કી કરી છે. તેણે મને મર્દો, સેક્સ અને રિલેશનશિપ્સ જેવી વાતોથી ડરાવી દીધી હતી. ત્યાંથી જ મને ન્યૂડ થવાનું અને સેક્સ જેવી વાતોમાં નૈતિકતા રાખવાની શિક્ષા મળી.

નરગિસે આગળ કહ્યું કે, આ સિવાય હું ખુબ શરમાણ છું અને મે મારા મિત્રોની ભૂલોને જોઈ છે. હું મશહુર થવા માટે ભૂખી નથી માટે મે નગ્ન થવું અને ડાયરેક્ટર સાથે સુવા જેવી વાતોને નકારી. મને ડાયરેક્ટરોએ ઘણી વાર સુવા માટે ઓફર કરી પરંતુ મે ના જ પાડી અને જેના કારણે મને કામ ન મળ્યું. આવું મારી સાથે ઘણી વાર થયું.

આ વીડિયો પણ જુઓ: MLA હોવાથી પોલીસ કાર્યવાહી નથી કરતી : પરિજનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન