I prefer Hindi language More Then Gujarati said Amit Shah
  • Home
  • India
  • મને ગુજરાતી કરતાં હિન્દી ભાષા વધુ પસંદ છે: અમિત શાહ

મને ગુજરાતી કરતાં હિન્દી ભાષા વધુ પસંદ છે: અમિત શાહ

 | 8:56 am IST
  • Share

  • હિન્દી બોલવામાં ગૌરવ અનુભવવાનો સમય આવી ગયો છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી

  • મને ગુજરાતી કરતાં પણ હિન્દી ભાષા વધુ પસંદ છે: અમિત શાહ

  • પોતાની ભાષા ગુમાવનાર દેશ સંસ્કૃતિ પણ ગુમાવી બેસે છે: શાહ

 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે અખિલ ભારતીય રાજભાષા સંમેલનના પૂર્ણાહુતિ સમારોહને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મને ગુજરાતી કરતા હિન્દી ભાષા વધુ પસંદ છે. આપણને હિન્દી ભાષા બોલવામાં શરમ આવવી જોઈએ નહીં કારણ કે, હિન્દી આપણી રાજભાષા છે. આપણે આપણા બાળકો સાથે પણ હિન્દીમાં વાત કરવી જોઈએ.

 

મને ગુજરાતી કરતા પણ હિન્દી વધુ પસંદ છે: શાહ

રાજભાષા માટેનું લક્ષ્યાંક આપણે ચૂકી ગયા હતા પરંતુ હવે આપણે તે લક્ષ્યાંકને યાદ કરીને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. હિન્દી અને આપણી સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ આંતરવિરોધ નથી. મને ગુજરાતી કરતા પણ હિન્દી વધુ પસંદ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દી બોલવામાં ગૌરવ અનુભવવાનો સમય આવી ગયો છે. માતાપિતાએ તેમના સંતાનો સાથે હિન્દીમાં જ વાત કરવી જોઈએ કારણ કે, અસલ વિચારો આપણી પોતાની ભાષામાં જ આવે છે. બ્રિટિશ શાસનકાળમાં હિન્દી બોલવામાં આપણે લઘુતાગ્રંથિ અનુભવતા હતા પરંતુ હવે તેનો અંત આવવો જોઈએ. આપણા દેશમાં થતા સંશોધનો વિદેશી ભાષામાં હોય છે તેથી આપણો દેશ પછાત રહ્યો છે. જોકે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સત્તાવાર ભાષા અને પ્રાદેશિક ભાષા પર ભાર મૂકે છે. દરેક રાજ્યનો ઇતિહાસ પણ તેની સત્તાવાર ભાષામાં રૃપાંતરિત થવો જોઈએ.

 

કાશી વિદ્યાની રાજધાની છેઃ અમિત શાહ

શાહે જણાવ્યું હતું કે, કાશી વિદ્યાની રાજધાની છે. દેશના ઇતિહાસમાંથી કાશીની બાદબાકી કરી શકાય નહીં. કાશી ભાષાઓનું ગૌમુખ છે. હિન્દીનો જન્મ પણ કાશીમાં જ થયો હતો. વર્ષ ૧૮૬૮માં કાશીમાં હિન્દીમાં શિક્ષણ શરૃ કરાયું હતું. પ્રથમ હિન્દી અખબાર કાશીમાં શરૃ થયું.

PM મોદીએ ગૌરવ સાથે દેશની ભાષાઓને વિશ્વમાં પ્રસ્થાપિત કરીઃ અમિત શાહ

અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉ હિન્દીના મુદ્દે ઘણા વિવાદ ઊભા કરવાના પ્રયાસ થયાં હતાં પરંતુ હવે તે સમય વીતી ગયો છે. વડા પ્રધાન મોદીએ ગૌરવની સાથે આપણી ભાષાઓને વિશ્વના પટલ પર પ્રસ્થાપિત કરી છે. જે દેશ પોતાની ભાષા ગુમાવી દે છે તે પોતાની સભ્યતા, સંસ્કૃતિ અને મૌલિક ચિંતન પણ ગુમાવી બેસે છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી લિપિબદ્ધ ભાષાઓ ભારતમાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો