I salute the people of India-Occupied Kashmir who have stood firm and are fighting bravely: Bajwa
  • Home
  • Featured
  • ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સામે બદલો લેવા ‘લોહિયાળ જંગ’ છેડવાની આપી ધમકી

ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સામે બદલો લેવા ‘લોહિયાળ જંગ’ છેડવાની આપી ધમકી

 | 12:24 pm IST

સરહદપાર આતંકવાદીઓની વિરૂદ્ધ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગિન્નાયું છે. આ સિવાય સતત પાકિસ્તાન પર પોતાના દેશની ધરતીનો ઉપયોગ આતંકવાદી સંગઠનો માટે ના કરવાનું દબાણ બનાવી રહ્યું છે. આથી પાકિસ્તાન ગિન્નાયું છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ રાવલપિંડીના જનરલ મુખ્યાલયમાં રક્ષા અને શહીદ દિવસના સંબંધમાં મુખ્ય સમારંભને સંબોધતા ભારત સામે લોહિયાળ જંગ છેડી બદલો લેવાનું એલાન કર્યું.

બાજવાએ દેશની સરહદ પર વહેલા લોહીનો બદલો ભારતથી લેવાની ધમકી આપી છે. તેમણે ગુરૂવારના રોજ કહ્યું કે આજે પાકિસ્તાનના શહીદોને એકજૂથ થવાનો દિવસ છે અને તમામ પોતાની માતૃભૂમિની રક્ષા માટે એકજૂથ છે. જનરલ બાજવા એ કહ્યું કે 6 સપ્ટેમ્બરના રોજ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને આપણે 1965 અને 1971ના યુદ્ધમાંથી ઘણું શીખ્યા છીએ.

વડાપ્રધાન ઇમરાન ખાન પણ રક્ષા દિવસ પર સામેલ થયા. બાજવાએ કહ્યું કે અમારી સેના અને દેશે આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં બલિદાન આપ્યું છે. અમારા ઘર, સ્કૂલ, અને નેતાઓ પર હુમલો કરાયો. અમને અંદરોઅંદર નબળા પાડવાનું કામ કરાયું. તેમણે કહ્યું કે 70,000 પાકિસ્તાની આ યુદ્ધ દરમ્યાન શહીદ અને ઘાયલ થયા હતા.

જનરલ બાજવાએ આતંકવાદના આ ખતરાથી સામૂહિક રીતે લડવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે પ્રબુદ્ધ રાષ્ટ્ર પોતાના શહીદોને ભૂલતા નથી. આપણે સરહદ પર વહેલા લોહીનો બદલો લઇશું. તેમણે કહ્યું કે છેલ્લાં બે દાયકાથી દેશ ઘણો મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે અને યુદ્ધ સતત ચાલુ છે. આ દરમ્યાન કાશ્મીરનો ઉલ્લેખ કરતાં બાજવાએ આત્મનિર્ભરતાના અધિકાર માટે કાશ્મીરી ભાઇઓને સંઘર્ષ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરી.