મારે ડાયરેક્ટર સામે ન્યૂડ થઈને ઉભું રહેવું પડ્યું હતું : તેલુગુ અભિનેત્રી - Sandesh
  • Home
  • India
  • મારે ડાયરેક્ટર સામે ન્યૂડ થઈને ઉભું રહેવું પડ્યું હતું : તેલુગુ અભિનેત્રી

મારે ડાયરેક્ટર સામે ન્યૂડ થઈને ઉભું રહેવું પડ્યું હતું : તેલુગુ અભિનેત્રી

 | 4:50 pm IST

જાહેરમાં અર્ધનગ્ન થઈને વિરોધ કરનારી તેલુગૂ અભિનેત્રી શ્રી રેડ્ડી ટોલવુડ ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકો પર એક પછી એક સનસનાટીપૂર્ણ આરોપો લગાવી રહી છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં યુવતીઓ સાથે કાર્ટિંગ કાઉચ મામલે વેધક પ્રશ્નો પણ કર્યાં હતાં.

એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે, અમે કોઈ સેક્સ ડોલ નથી. અહીં કામ કરવા આવીએ છીએ. મોટા નિર્માતાઓ-નિર્દેશકો અને અભિનેત્રાએ તેનું શોષણ કર્યું છે તેના તેની પાસે પુરાવાઓ પણ છે.

ગત શનિવારે તેલુગૂ અભિનેત્રી શ્રી રેડ્ડીએ જાહેરમાં પકડા કાઢી નાખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિરોધ નોંધાવ્યો હતો. આજે એક વાતચીત દરમિયાન તેણે આ મામલે વધુ ખુલાસા કર્યાં હતાં. શ્રી રેડ્ડીને પુછવામાં આવ્યું કે, શું તમે આ બધી બાબતોથી પીડિત છો? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હા તે પીડિત છે. નિર્માતાઓ, નિર્દેશકો અને અભિનેતાઓએ તેની સાથે કરેલા યૌનશોષણના પુરાવાઓ પણ છે. ઘણા નિર્માતાઓ અને નિર્દેશકોએ ઈન્ડસ્ટ્રીમાં કામ અપાવવા લાલછ આપી તેના ન્યૂડ ફોટા લીધા અને વીડિયો પણ બનાવ્યા હતાં. આમ યૌન ઉત્પીડન સહન કર્યા બાદ પણ મને કામ ન મળ્યું.

આ અગાઉ પણ રેડ્ડીએ તેલુગુ અભિનેત્રીઓ તથા ઉત્તર ભારતીય અભિનેત્રીઓને લઈને પણ નિવેદન આપ્યું હતું. શ્રી રેડ્ડીએ કહ્યું કે, ઉત્તર ભારતીય અભિનેત્રીઓને ટોલીવૂડ ઈંડસ્ટ્રીમાં આસાનીથી સ્થાન આપવામાં આવે છે. કારણ કે, કામની શોધમાં બહારથી આવેલી આવી અભિનેત્રીઓનું શારીરીક શોષણ કરવું ખુબ આસાન હોય છે. તેનાથી વિપરીત તેલુગુ અભિનેત્રીઓને ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ નથી આપવામાં આવતું. કારણ કે, તે નિર્માતા-નિર્દેશકોની આવી માંગણીઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે.

શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે, તેલુગુ અભિનેત્રીઓનું પણ શારીરીક શોષણ થાય છે પરંતુ બદલામાં તેમની સાથે છેતરપીંડી જ મળે છે. માટે છેલ્લા 10-12 વર્ષોથી ટેલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં માત્ર ઉત્તર ભારતીય અભિનેત્રીઓ જ નજરે પડે છે.

શ્રી રેડ્ડી ટોલીવુડમાં કામ ન મળવાની ફરિયાદને લઈને તેલુગુ ફિલ્મ ચેંમ્બર ઓફ કોમર્સની ઓફિસ સામે અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન કરીને ચર્ચામાં આવી હતી. તેણે વિરોધ બાદ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મોટા નિર્માતા-નિર્દેશક અને અભિનેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. જોકે આ પ્રકારના વિરોધ પ્રદર્શન બાદ અનેક કલાકારોએ શ્રી રેડ્ડીની ટીકા પણ કરી હતી.