‘મારે તારી સાથે જિંદગી જીવવી છે, મારા માતા, પિતાને સાચવજે’ - Sandesh
  • Home
  • Bhuj
  • ‘મારે તારી સાથે જિંદગી જીવવી છે, મારા માતા, પિતાને સાચવજે’

‘મારે તારી સાથે જિંદગી જીવવી છે, મારા માતા, પિતાને સાચવજે’

 | 12:01 pm IST

આવેશમાં આવીને વ્યકિત કઈ દિશામાં શું પગલાં ભરશે તે અંગે પોતે પણ નથી જાણતો હોતો ત્યારે ક્ષણિક ગુસ્સો અને તેને લઈને ભરેલ પગલું કેટલુંક આઘાતજનક હોય છે તે પરિવાર પર શું વિતતી હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભુજ ખાતે જોવા મળ્યું હતું. ભુજનો નવયુવાન ક્ષણિક ભર આવેશમાં આવીને કઈ દિશામાં જઈ રહ્યો છે તે પોતાને પણ ખ્યાલ નહોતો. પરંતુ તેણે લખેલ એક નોટ ઘણું બધું કહી જતી હતી. ભુજ ખાતે રહેતો શિક્ષિત યુવાન પોતાની બાઈક મુકીને અચાનક ગુમ થઈ ગયો હતો અને એક બે પાનાની નોટ તેના ભાઈને વોટસએપ પર મુકી હતી. તેની પત્ની કોઈપણ માવતરના ઘરે ચાલી જતા તેનું દુઃખ આ પગલું ભર્યું હતું.

ઘરેથી ચાલ્યો ગયો ત્યારબાદ એ યુવાનના પરિવારની હાલત અતિ ગંભીર થઈ હતી અને ચારેતરફ તેને શોધવા માટે હવાતીયા માર્યા હતા. એ ડિવીઝન પોલીસ મથકે યુવાનના પિતા અને તેના પરિવારજનો આવીને સમગ્ર વાતનું વર્ણન કરતા પોલીસ વાતની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં ઈલકેટ્રોનિક સર્વેલન્સના આધારે ભુજના યુવાનને અમદાવાદથી મદ્યરાત્રીએ હેમખેમ પરત ભુજ લઈ આવી હતી. આમ પોલીસ પ્રજાનો સાચા અર્થમાં મિત્ર હોવાનો ઉત્તમ ઉદાહરણ ભુજ એ ડિવીઝન પોલીસ મથકના ઈન્સ્પેકટર અને તેના સ્ટાફે પુરૃ પાડયું હતું.

વાત એમ છે કે ગત તા. પના પોલીસ પાસે એક અરજી આવી હતી. જેમાં લાચાર પિતાએ પોલીસ ઈન્સ્પેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સાહેબ મારો એકનો એક પુત્ર અચાનક ઘર છોડીને જતો રહ્યો જેને હેમખેમ પાછો લઈ આવવા માટે મારી આપને વિનંતી છે. લાચાર પિતાના આ શબ્દ સાંભળીને એ ડિવીઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને પુછપરછ હાથ ધરી હતી. સવારના ૧૦ વાગ્યે યુવાન અચાનક ઘરેથી પોતાની બાઈક લઈને નીકળી ગયો હતો ત્યારબાદ બપોરના ૧.૪૬ મિનીટે તેના કાકાના દિકરા ભાઈને વોટસએપ પર બે પાનાની નોટ મોકલી હતી. જે નોટ વાંચતા જ તેના માતા, પિતા અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એવું તે નોટમાં લખ્યું હતું કે તેના પરિવારને તાત્કાલિક પોલીસ મથકે દોડી આવવું પડયું હતું અને પોલીસની મદદ માંગવી પડી હતી.

આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, અમારી પાસે અરજી અને ગુમ થનાર પિતાની રજૂઆત આવતાની સાથે જ અમે વાતની ગંભીરતાને લઈને તાત્કાલિક તેની છાનભીન હાથ ધરી હતી. જેમાં ગુમ થઈ જનાર યુવાનનું બાઈક ભુજના ગાયત્રી મંદિર પાસેથી બાઈક મળી આવ્યું હતું. બાદમાં ઝીણવટપૂર્વક તપાસ કરતા તેણે આપેલ નોટનું નિરીક્ષણ કરીને આગવી પદ્ધતિથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વિવિધ ટીમો બનાવીને જયાં સ્યુસાઈડ પોઈન્ટ આવેલા છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આખરે ઈલેકટ્રોનિકસ સર્વેલન્સના આધારે યુવાનને રાત્રે દોઢ વાગ્યે અમદાવાદથી હેમખેમ શોધીને ઘરે પહોંચાડયો હતો.

એસ.ટી. ડેપોના સીસીટીવીના આધારે યુવાનને શોધવામાં સરળતા રહી
ભુજ હંગામી બસ સ્ટેશનમાં લગાડવામાં આવેલ સીસીટીવી ચેક કરતા યુવાન ભુજથી અંજાર જતી બસમાં બેસતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ઈલેકટ્રોનિકસ સર્વલન્સના આધારે તે બપોરે ૧.૪૭ મિનીટે વરસામેડી પાસે હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચઓફ થઈ ગયો હતો અને આખરે ૭.૩૦ વાગ્યે તે સાણંદ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સાણંદ રૃટની એસ.ટી. બસના કન્ડકટરનો સંપર્ક સાધીને તેને વોટસઅપ પર ફોટો મોકલીને કન્ફર્મેશન મેળવ્યું હતું. કન્ડકટરે તેને સમજાવવાના પ્રયત્ન કરીને અમદાવાદ સુધી પહોચાડયો હતો અને ઈસ્કોન મંદિર પાસે તેને તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

યુવાન અને તેના પરિવારજનોએ પોલીસનું સન્માન કર્યું
આવેશમાં આવીને યુવાન જે દિશામાં જઈ રહ્યો હતો તે વાતની ગંભીરતાને લઈને પોલીસે કરેલ શોધખોળમાં એ ડિવીઝન પોલીસ ઈન્સ્પેકટર તથા તેના સ્ટાફના સુભાષપુરી, શૈલેન્દ્રસિંહ વગેરેના કર્મચારીઓનો પરિવારજનોએ યુવાનને બચાવવા અને નવું જીવન આપવા બદલ સન્માન કર્યું હતું. આ તકે ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે યુવાનોએ આવેશમાં આવીને ન કરવાનું કરી બેસતા હોય છે ત્યારે તે પરિવાર શું વીતતી હોય તે આ બનાવમાં જોવા મળ્યું હતું.

યુવાને લખેલી નોટના કેટલાક અંશો
રપ વર્ષીય પરિણીત યુવાન અચાનક ઘરેથી નીકળી ગયો હતો. જોકે તેણે લખેલી નોટમાં માતા, પતિ અને પત્નીને જણાવ્યુ હતું કે મારે જીવન જીવવાની ઈચ્છા પણ હુ શું કરું. તેની પત્નીને કહી રહ્યો હતો કે મારે તારી સાથે જિંદગી જીવવી છે પણ આવુ થઈ ન શકયું. મારા માતા, પિતાને સાચવજે. ત્યારબાદ તેના પિતાને સંબોધીને કહી રહ્યો હતો કે મમ્મી, પપ્પા મને માફ કરજો. આપનો એકનો એક પુત્ર હવે આપની સાથે નહીં હોય હું આ પરિવાર અને સમાજનો ખુબ ખુબ આભારી છું. ત્યારબાદ ફરી તેની પત્નીને જણાવી રહ્યો હતો કે મારા જીવનમાં તારા સિવાય કોઈનું સ્થાન નહીં હોય તું મારું અડધું શરીર છો તેવું લખીને યુવાન નીકળી ગયો હતો.