I will not contest the Lok Sabha elections : Mayawati, Bahujan Samaj Party Chief
  • Home
  • Election 2019
  • માયાવતી એ કરી જબરદસ્ત મોટી જાહેરાત, હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં પરંતુ…

માયાવતી એ કરી જબરદસ્ત મોટી જાહેરાત, હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં પરંતુ…

 | 12:45 pm IST

લોકસભા ચૂંટણીની તેજ રાજકીય રસ્સાકશીની વચ્ચે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતી એ મોટી જાહેરાત કરી છે. લખનઉમાં એક પત્રકાર પરિષદ દરમ્યાન માયાવતી એ કહ્યું કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે નહીં. માયાવતી એ આ દરમ્યાન પણ ભાજપ પર નિશાન પણ સાંધ્યું.

મીડિયા સાથે વાત કરતાં બસપા સુપ્રીમો એ કહ્યું કે હું જ્યારે ઇચ્છું ત્યારે લોકસભાની ચૂંટણી જીતી શકું છું. અમારું ગઠબંધન શ્રેષ્ઠ સ્થિતિમાં છે. હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં. આની પહેલાં માયાવતી નગીના સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી.

માયાવતી એ આ દરમ્યાન કહ્યું કે હાલની સ્થિતિ સિવાય પાર્ટી અને જનહિતને જોતા તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે યુપીની 80 લોકસભા સીટો પર સપા-બસપા અને આરએલડી ગઠબંધનની અંતર્ગત ચૂંટણી લડી રહ્યા છે. બસપા 38, સપા 37, અને આલએલડી 3 સીટો પર મેદાનમાં ઉતરશે. જ્યારે બે સીટો અમેઠી અને રાયબરેલીને ગઠબંધન માટે કોંગ્રેસ માટે છોડી છે. આની પહેલાં સોમવારના રોજ બસપા ચીફે કોંગ્રેસની દરિયાદિલીને કોઇ ભાવ આપતું નથી તેમ કહ્યું હતું. કોંગ્રેસે 7 સીટો છોડવાનો ભ્રમ ના ફેલાવો કહીને કહ્યું હતું કે તેઓ રાજ્યની તમામ 80 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવા સ્વતંત્ર છે.

માયા એ ટ્વીટમાં કહ્યું કે બસપા એક વખત ફરીથી સ્પષ્ટતા કરી દેવા માંગે છે કે ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે અમારું કોઇપણ પ્રકારનું ગઠબંધન કે તાલમેલ વગેરે બિલકુલ પણ નથી. અમારા લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા અલગ-અલગ પ્રકારના ભ્રમ બિલકુલ ના ફેલાવે. આ ટ્વીટને રિટ્વીટ કરતાં સપા ચીફ અખિલેશ યાદવે પણ તેનું સમર્થન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન