I will sit on hunger strike if the report on drugs is not released
  • Home
  • Featured
  • સિદ્ધુએ પોતાની જ સરકાર સામે ભૂખ હડતાળની આપી ચીમકી

સિદ્ધુએ પોતાની જ સરકાર સામે ભૂખ હડતાળની આપી ચીમકી

 | 5:57 pm IST
  • Share

  • વિશ્વભરમાં ડ્રગ્સને કારણે દર વર્ષે લગભગ બે લાખ મૃત્યુ થાય છે
  • ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ્સનું માર્કેટ 455 ટકા વધ્યું
  • દેશમાં ડ્રગ્સના ઉપયોગમાં મિઝોરમ પ્રથમ, પંજાબ બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની વચ્ચે ટક્કર થઈ શકે છે. સિદ્ધુએ ચેતવણી આપી છે કે જો ડ્રગ્સનો રિપોર્ટ જાહેર નહીં થાય તો તેઓ પોતાની જ સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ પર ઉતરશે.

પંજાબના લાખો યુવાનો ડ્રગ્સ લેવાથી મૃત્યુ પામ્યા

સિદ્ધુએ એક રેલી દરમિયાન કહ્યું, પંજાબના લાખો યુવાનો ડ્રગ્સ લેવાથી મૃત્યુ પામ્યા, લાખો યુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે. તેમણે કહ્યું, પટિયાલામાં એક વૃદ્ધે તેને કહ્યું, સિદ્ધુ, નશાના કારણે મારા પૌત્રની હાલત જોઈને હું રડી પડું છું. પંજાબમાં ડ્રગ્સના વધતા જતા વપરાશ અને કારોબારને લઈને સિદ્ધુએ કહ્યું કે જો રાજ્ય સરકાર ડ્રગ્સ અને ડ્રગ્સ સંબંધિત રિપોર્ટને સાર્વજનિક નહીં કરે તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે.

સિદ્ધુએ કહ્યું કે ડ્રગ્સના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને લોકો રાજ્ય છોડીને જતા રહ્યા છે. આવી સ્થિતિમાં જો લોકો પંજાબ છોડશે તો તિજોરીમાં પૈસા ક્યાંથી આવશે અને પછી અહીં છોકરીઓ માટે મોટી હોસ્પિટલ અને કોલેજો ક્યાંથી બનશે.

આ પહેલા પણ ચન્ની અને સિદ્ધુ વચ્ચે ઘણા મુદ્દાઓ પર બોલાચાલી થઈ ચુકી છે. તાજેતરમાં, કરતારપુર કોરિડોર ખોલ્યા પછી, જ્યારે ચન્ની પ્રતિનિધિમંડળ સાથે દર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે તે પ્રતિનિધિમંડળમાં સિદ્ધુ સામેલ નહોતા. આ અંગે સિદ્ધુએ નારાજગી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો