I Will Treatment Corona for Free : Promised Donald Trump
  • Home
  • Featured
  • USની ચૂંટણીમાં પણ વચનોની લહાણી, ટ્રમ્પ આખા અમેરિકા માટે મફત કરશે આ સુવિધા

USની ચૂંટણીમાં પણ વચનોની લહાણી, ટ્રમ્પ આખા અમેરિકા માટે મફત કરશે આ સુવિધા

 | 5:08 pm IST

અમેરિકામાં રાષ્ટ્રપતિ (American President)ની ચૂંટણી (Election)ને ગણતરીના જ દિવસો બાકી હોવાથી ધમધમાટ બરાબરનો જામ્યો છે. બંને ઉમેદવારો એક પછી એક ગંભીર પ્રકારના આક્ષેપપ્રતિ આક્ષેપો લગાવી રહ્યાં છે. સાથે જ ચૂંટણી વચનોની પણ જાણે બહાર ખીલી છે. કોરોના મહામારી (Corona Virus) વચ્ચે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump)વચનોની લગાણી કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં એક ચૂંટણી રેલી દરમિયાન જાહેરાત કરી હતી કે, જો હું સત્તા પર આવ્યો તો કોરોનાના દર્દીઓ (Corona Patient)ની સારવાર મફત (Corona Treatment Free) કરી દઈશ. મને જે સારવાર મળી છે તેવી જ સારવાર અમેરિકાના બીજા લોકોને મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સભામાં ચેતવણી આપી હતી કે, જો હરીફ ઉમેદવાર જો બિડનની પાર્ટીને જીત મળી તો કોરોના વાયરસની સ્થિતિ બદતર બની જશે. આખા અમેરિકાને કોરોના લહેર બર્બાદ કરી દેશે. ડેમોક્રેટિક પાર્ટી સત્તા પર આવી તો ગેરકાયદેસર રીતે લોકડાઉન લાગુ કરીને અમેરિકાએ જે રીકવરી મેળવી છે તેને ખતમ કરી નાંખશે. બિડેન દેશને લોકડાઊન લાગુ કરીને બંધ કરી દેશે, તેના કારણે કોરોનાની રસી શોધાવામાં વધારે વિલંબ થશે અને કોરોનાની બીમારી લાંબો સમય ખેંચાઈ જશે.

આ અગાઉ પણ ફ્લોરિડામાં ટ્રમ્પે કહ્યું હતું કે, મને જે પ્રકારની સારવાર મળી તે જ પ્રકારની સારવાર બીજા લોકોને પણ મળશે. હવે આ જ ચૂંટણી વચન તેમને વિસ્કોન્સિન રાજ્યમાં પણ દોહરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પ ચૂંટણી પ્રચારના મેદાનમાં ફરી પાછા ઉતરી ગયા છે.તેમણે આ ચૂંટણીને ટ્રમ્પ રિકવરી વર્સિલ બાઈડન ડિપ્રેશન નામ આપ્યુ છે.લોકોને તેમણે આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન