I Would Not In Same Bus With Hardik Pandya And KL Rahul: Harbhajan Singh
  • Home
  • Sports
  • Cricket
  • ‘જે બસમાં રાહુલ-પંડ્યા હશે તેમાં હું મારી પત્ની-દીકરી સાથે નહીં બેસું’: દિગ્ગજ ક્રિકેટરનું નિવેદન

‘જે બસમાં રાહુલ-પંડ્યા હશે તેમાં હું મારી પત્ની-દીકરી સાથે નહીં બેસું’: દિગ્ગજ ક્રિકેટરનું નિવેદન

 | 11:04 am IST

દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમ્યાન મહિલાઓને લઇ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની શુક્રવારના રોજ આકરી ટીકા કરી. હરભજન સિંહે કહ્યું કે તેમણે ક્રિકેટરોની શાખને દાવ પર લગાવી દીધી. આ બંને એ એક ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને પંડ્યાની ટિપ્પણીઓની આકરી ટીકા કરાઇ રહી છે અને તેનાથી ટીમ સંસ્કૃતિને લઇ ચિંતા વ્યકત કરાઇ રહી છે.

કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની ટિપ્પણીઓને અનુચિત ગણાવી દીધી તેના થોડાંક કલાકો બાદ જ પંડ્યા અને રાહુલને ભારતીય ક્રિકેટ પ્રશાસકોની કમિટીએ સસ્પેન્ડ કરી દીધા. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં ભજ્જીએ કહ્યું કે આપણે એટલા સુદ્ધાં કે આપણા મિત્રોની સાથે આ પ્રકારની વાતો કરતાં નથી અને તેઓ જાહેરમાં ટેલિવિઝન પર આવી વાતો કરી રહ્યાં હતા, હવે લોકો વિચારી શકે છે કે શું હરભજન સિંહ આવા જ હતા, શું અનિલ કુંબલે આવા જ હતા અને શું સચિન તેંદુલકર…..

પંડ્યા એ કાર્યક્રમ દરમ્યાન કેટલાંય મહિલાઓની સાથે સંબંધ હોવાનો દાવો કર્યો અને એમ પણ કહ્યું કે તેઓ આ મામલામાં પોતાના પરિવારજનોની સાથે પણ ખુલીને વાત કરે છે. રાહુલે પોતાના સંબંધો અંગે જવાબ આપવામાં ખૂબ જ સંયમિત દેખાયા. જ્યારે કાર્યક્રમના યજમાન કરણ જૌહરે પૂછયું કે શું તેમણે ‘આવું સાથીઓના રૂમમાં કર્યું’ તો પંડ્યા અને રાહુલ બંને એ હા માં જવાબ આપ્યો. હરભજન સિંહે કહ્યું કે પંડ્યા કયારથી ટીમમાં છે જે ટીમ સંસ્કૃતિને લઇ આવા પ્રકારની વાતો કરી રહ્યો છે.

ઓફ સ્પિનરને જ્યારે તેમના સસ્પેંસન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મને લાગે છે કે આવું જ થવું જોઇતું હતું. બીસીસીઆઈ એ યોગ્ય કામ કર્યું અને તે આગળ વધારવાની પદ્ધતિ પણ છે. મને આમ થવાની આશા હતી અને મને તેના પર કોઇ જ મુશ્કેલી નથી.

હરભજન સિંહે એમ પણ કહ્યું કે તેઓ એ બસમાં પણ બેસવાનું પસંદ કરશે નહીં જેમાં પંડ્યા અને રાહુલ હોય. ભજ્જી એ કહ્યું કે જો ટીમ બસમાં મને મારી દીકરી કે પત્નીને લઇ જવાનું હોય અને તે બંને તેમાં હાજર હોય તો હું તેમાં ટ્રાવેલ કરીશ નહીં. તમે મહિલાઓને માત્ર એક જ એંગલથી જુઓ છો, તે યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન