IAF asks for fresh ammo as Pakistan moves up F16s
  • Home
  • Featured
  • પાકિસ્તાને સરહદ પર તૈનાત કર્યા F-16, વાયુ સેનાએ મોદી સરકારને કહ્યું કે…

પાકિસ્તાને સરહદ પર તૈનાત કર્યા F-16, વાયુ સેનાએ મોદી સરકારને કહ્યું કે…

 | 12:08 pm IST

બાલાકોટમાં ભારતીય વાયુ સેનાની તરફથી જૈશ એ મોહમ્મદના ટેરર કેમ્પ પર સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખૂબ દબાણમાં છે અને હવે તેને એ નિર્ણય કર્યો છે કે તે ભારતની સરહદની નજીક પોતાના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે. વાયુસેનાના સૂત્રોના મતે પાકિસ્તાને F16 ફાઇટર પ્લેનની નવી સ્કવાડ્રન બનાવી છે જેને મુશફ એરબેસમાં બનાવ્યા છે. રિપોર્ટના મતે નવા સ્કવાડ્રનનું નામ ‘Aggressor’ રાખ્યું છે અને પાકિસ્તાનના આ નવા સ્કવાડ્રનનો નંબર 29ના નામથી ઓળખાશે.

વાયુસેનાના સૂત્રોના મતે સ્કવાડ્રાન 29મા કુલ 8 F16 ફાઇટર પ્લેનને સામેલ કરાયા છે જે કોઇપણ ઇમરજન્સી સ્થિતિમાં ભારતની વિરૂદ્ધ તરત કાર્યવાહી કરી શકશે.

ભારતીય વાયુસેનાના સૂત્રોના મતે પાકિસ્તાની વાયુસેનાના મુશફ એરબેઝમાં પહેલેથી સ્કવાડ્રન 9 છે જે F16 ફાઇટર પ્લેનથી લેસ છે. F16 સ્કવાડ્રન બનાવીને પાકિસ્તાની વાયુ સેના ભારતની વિરૂદ્ધ પોતાની તૈયારીઓને વધુ આક્રમક બનાવી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાયુસેનાએ મોદી સરકારને દારૂગોળો અને મિસાઇલની જરૂરિયાતની વાત કરી છે. જે કોઇપણ હલચલના સમયે પાકિસ્તાનની એર ફોર્સને કાઉન્ટર કરવામાં મદદરૂપ થશે.

પાકિસ્તાનના મુશફ એરબેઝને પહેલાં સરગોધાના નામથી પણ ઓળખાતું હતું જે પાકિસ્તાનનું સૌથી જૂનું એરબેઝ છે. પાકિસ્તાનની પાસે કુલ અંદાજે 30 સ્કવાડ્રન છે. જ્યારે ભારતીય વાયુસેનાની પાસે અંદાજે 34 સ્કવાડ્રન છે અને જ્યારે વર્ષ 2019-20મા ભારતીય વાયુ સેના પોતાના જૂના પડી ચૂકેલા મિગ 21 અને મિગ 37ને ફેઝ આઉટ કરશે તો સ્કવાડ્રનની સંખ્યા ઘટી 33 થઇ જશે. ભારતીય વાયુસેનાને ઓછામાં ઓછા 42 સ્કવાડ્રનની જરૂરિયાત છે અને ત્યારે જઇ તેઓ પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરી શકે છે.

અમે આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના સરગોધામાં પાક વાયુસેનાનું સેન્ટ્રલ એર કમાન્ડનું સેન્ટર છે અને 2003મા તેનું નામ બદલી પાકિસ્તાને મુશફ બેઝ રાખ્યું હતું.

સૂત્રોના મતે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતની અમેરિકા સાથે આ સંદર્ભમાં વાત થઇ. પરંતુ પાકિસ્તાને ભારત સરહદ ક્ષેત્રની તરફ પોતાનું એફ-16 વિમાન ખદેડી દીધું. આ સિવાય ભારતની તરફથી તમામ હવાઇ યાત્રાઓનો પ્રારંભ કરી દેવાયો છે જ્યારે પાકિસ્તાનની તરફથી હજુ પણ સામાન્ય નાગરિકો માટે કેટલીય હવાઇ યાત્રાઓ પર પ્રતિબંધ મૂકાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન