IAF quickens pace for 2 mega projects worth Rs 1.5 lakh crore for 170 Jets
  • Home
  • Featured
  • હવે દુનિયાના આકાશમાં વર્તાશે ભારતીય વાયુસેનાની ધાક, મળશે 170 વિમાન

હવે દુનિયાના આકાશમાં વર્તાશે ભારતીય વાયુસેનાની ધાક, મળશે 170 વિમાન

 | 8:19 pm IST

સામાન્ય બજેટ રજૂ થયા બાદ ભારતીય વાયુસેના ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા મેક ઇન્ડિયા પ્રોજેક્ટને આખરી ઓપ આપવાના કામમાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય વાયુસેનાને 170 વિમાનો મળવાના છે. ટાટા એરબસના કન્સોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળી શકે છે. જોકે બાકીના 114 લડાકુ વિમાનો આગામી થોડાં વર્ષોમાં વાયુસેનાના બેડામાં સામેલ થશે.

સૂત્રોના જણાવ્યાનુસાર સપ્ટેમ્બરમાં ફ્રાન્સ પાસેથી 59,000કરોડ રૂપિયાના કરાર હેઠળ પહેલા હપતામાં 4 રાફેલ વિમાન વાયુસેનાને મળવાના છે. મોદી સરકારે બાંગ્લાદેશ, વિયેટનામ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને એના જેવા બીજા મિત્ર રાષ્ટ્રોને મિલિટરી શસ્ત્ર સરંજામ વેચવાની નવી અને ઝડપી પ્રક્રિયાને અંતિમ રૂપ આપી દીધું છે. આ પ્રક્રિયા અમેરિકાના ફોરેન મિલિટરી સેલ્સ (એફએમએસ)ના ડિફેન્સ લાઇન ઓફ ક્રેડિટના ધારાધોરણો પર આધારિત છે.

સોદામાં સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ, દેશમાં તૈયાર કરવામાં આવેલી સરફેસ-ટુ-એર મિસાઇલ આકાશ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને આધુનિક લાઇટ હેલિકોપ્ટર્સ ધ્રુવનો સમાવેશ છે. આ તમામની નિકાસ કરી શકાય એમ છે. ભારત દુનિયાભરમાંથી શસ્ત્રોની ખરીદી કરે છે અને એ સૌથી મોટો આયાતકાર છે, પણ હવે એ ભારતમાં તૈયાર થતા શસ્ત્રોને ઝડપથી વેચી શકશે. મોદી સરકાર અમેરિકા સાથે 17,500કરોડનો નેવી ડીલ કરી શકે છે.

કેન્દ્રની મોદી સરકારે અમેરિકા સાથે એક મોટો સંરક્ષણ સોદો કરવાની તૈયારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 2019ના અંત સુધીમાં મોદી સરકાર અમેરિકા સાથે 17,500 કરોડનો નેવી ડીલ કરી શકે છે. નામ ન આપવાની શરતે બે અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો હતો. મોદી સરકાર અમેરિકા સાથે સોદો કરીને નેવી માટે હેલિકોપ્ટર ખરીદશે. સંરક્ષણ ખાતાના અધિકારીઓએ કહ્યું હતું કે વિદેશ મંત્રાલયના સલાહસૂચનો હેઠળ શસ્ત્રો અને હથિયારોના વેચાણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (એસઓપી) ઘડવામાં આવી રહી છે.

એન્ટિ સબમરિન એન્ટિ સર્ફેસ વોરફેર ખરીદવા માટે સોદો થશે. ભારત તેની નેવીની એન્ટિ સબમરિન એન્ટિ સર્ફેસ વોરફેર અને સર્વેલન્સ ક્ષમતાને મજબૂત કરવા માટે ૨4 લોકહીડ માર્ટીન સિકોર્સ્કાય એમએચ-60આર હેલિકોપ્ટર ખરીદી રહ્યો છે. અમેરિકી સરકારની વિદેશ મિલિટરી સેલ્સ હેઠળ મલ્ટિ રોલ હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન