IAF Releases Credible Evidence That Pak Has Lost One F-16
  • Home
  • Featured
  • IAFએ જાહેર કર્યા રડારના પુરાવા, ભારતીય સરહદમાં ઘુસતા અને PoKમાં તુટતા દેખાયું F-16

IAFએ જાહેર કર્યા રડારના પુરાવા, ભારતીય સરહદમાં ઘુસતા અને PoKમાં તુટતા દેખાયું F-16

 | 7:39 pm IST

ભારતીય વાયુસેનાઈ સ્પષ્ટ કહ્યું છે કે, તેની પાસે એ વાતના પાક્કા પુરાવ છે કે, પાકિસ્તાનીએ એરફોર્સે 27 ફેબ્રુઆરીએ ભારત વિરૂદ્ધ F-16 યુદ્ધ વિમાનોનો ઉપયોગ કર્યો હતો અને ભારતીય વાયુસેનાના Mig-21 બાયસને એક F-16ને તોડી પાડ્યું હતું.

પાકિસ્તાન દ્વારા દુનિયાભરમાં ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાનો બેનકાબ કરતા એર વાઈસ માર્શલ આરજીકે કપૂરે પુરાવાઓ પણ રજુ કર્યા હતાં. ભારતીય વાયુસેનાએ AWACS (એરબોર્ન વોર્નિંગ એંડ કટ્રોલ સિસ્ટમ) રડારની તસવીરો પણ જાહેર કરી હતી.

રડાર ઈમેજનું વિશ્લેષણ કરતા કપૂરે જણાવ્યું હતું કે, તેમાં લાલ નિશાનમાં ત્રણ એરક્રાફ્ટ જોવા મળી રહ્યાં છે, જે પાકિસ્તાનના F-16 છે. જ્યારે જમણી તરફ વાદળી સર્કલમાં પાયલટ અભિનંદન વર્તમાનના મિગ-21 બાયસન એરક્રાફ્ટ હોવાનું જણાઈ આવે છે. થોડા જ સમય બાદ લેવામાં આવેલા બીજા ફોટામાં એક એફ-16 એરક્રાફ્ટ નજરે પડે છે. જે નષ્ટ થઈ ચુક્યું હતું.

એર વાઈસ માર્શલે વધુમાં કહ્યું હતું કે, DG-ISPRએ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે ભારતના બે પાયલટ હતાં. એક તેમની કસ્ટડીમાં અને બીજો ભરતી કરાવવામાં આવ્યો હતો. આ વાત પાકિસ્તાનના વડાપ્રધાને પણ પોતાના નિવેદનમાં કહી હતી. જે બાબત સાબિત કરે છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બે પ્લેન ક્રેશ થયા હતાં.

IAFએ પોતાના નિવેદનમાં દ્રઢપણે કહ્યું હતું કે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે 27 ફેબ્રુઆરીએ 2019એ આકાશમાં ડોગફાઈટ દરમિયાન બે વિમાન તુટી પડ્યાં હતાં. જેમાંથી એક IAFનું મિગ-21 બાયસન હતું જ્યારે બીજું પાકિસ્તાન એરફોર્સનું એફ-16 અને એની ઓળખ ઈલેક્ટ્રોનિક સિગ્નેચર અને રેડિયો ટ્રાંસસ્ક્રિપ્ટથી થઈ છે.

એર વાઈસ માર્શલે જણાવ્યું હતું કે, અમારી પાસે વિશ્વસનીય પૂરાવા છે જે દર્શાવે છે કે, પાકિસ્તાને એક એફ-16 ગુમાવ્યું છે. જોકે સુરક્ષા અને ગોપનિયતાઓની ચિંતાના કારણે અમે આ બાબતની જાણકારી પબ્લિક ડોમેનમાં નથી મુકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન