ઘેટીનું ક્લોનિંગ કરનાર ઇયાન વિલ્મટની વિમાસણ - Sandesh
  • Home
  • Featured
  • ઘેટીનું ક્લોનિંગ કરનાર ઇયાન વિલ્મટની વિમાસણ

ઘેટીનું ક્લોનિંગ કરનાર ઇયાન વિલ્મટની વિમાસણ

 | 4:36 pm IST

જ્હોન ગુર્ડને દેડકા માટેના ક્લોનિંગની જે રીત અપનાવી હતી, લગભગ તેવી જ રીત ઘેટી માટે ઇયાન વિલ્મટે વાપરી હતી. સ્કોટલેન્ડની કાળા મોઢાવાળી ઘેટીની પસંદગી કરી. ઘેટીનાં સ્ત્રીબીજની કેન્દ્રીય નાભિ તેણે માઇક્રો સર્જરીથી કાઢી લીધી. ત્યાર પછી ફીન ડોરસેટ જાતિની સફેદ મોઢાવાળી બીજી ઘેટીનાં બીજની કેન્દ્રીય નાભિ છૂટી પાડી અને બીજનો અતિ મંદ પ્રવાહ વાપરીને પહેલી ઘેટીના નાભિ વગરના બીજમાં પ્રત્યારોપણ કર્યું.

ત્યારબાદ તેને પોષક દ્રાવણમાં કેટલોક સમય રાખવામાં આવ્યું અને જે ગર્ભ સર્જાયો તેને કાળી ઘેટીના ગર્ભાશયમાં દાખલ કરાયો. આ કાળા મોઢાની ઘેટી ત્રીજી જાતની હતી. જીવશાસ્ત્રની દૃષ્ટિએ આ બચ્ચું તેનું નહોતું. તે બચ્ચું નારી જાતિનું હતું. તેનું નામ ડોલી રખાયું. ડોલી માત્ર ઘેટીનું એટલે કે માતાનું સંતાન જ હતી. ઉંદર, દેડકા, પછી ઘેટીનું ક્લોનિંગ શક્ય બન્યું. ઇયાન વિલ્મટની વિમાસણ દૂર થઈ અને ઝળહળતી સફળતા મેળવી.