IAS Gaurav Dahiya Filed Police Complain Against Linu Singh
  • Home
  • Ahmedabad
  • IAS ગૌરવ દહિયાએ કથિત પત્ની લીનુ સિંઘ સામે નોંધાવી પોલીસ ફરિયાદ, લગાવ્યો આ સનસનીખેજ આરોપ

IAS ગૌરવ દહિયાએ કથિત પત્ની લીનુ સિંઘ સામે નોંધાવી પોલીસ ફરિયાદ, લગાવ્યો આ સનસનીખેજ આરોપ

 | 9:40 pm IST

IAS ગૌરવ દહીયા કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. દહિયાએ પોતાની સામે પડનાર લીનુ સિંઘ સામે જ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દહિયાએ ખંડણી માગવી અને IAS અધિકારીને હેરાન કરવાનો આરોપ લગાવીને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ દહિયાએ આરોપ લગાવ્યો છે કે, લીનુ સિંઘે કુલદીપ દિનકર સાથે લગ્ન કરી લીધા છે.

IAS ગૌરવ દહિયાએ માલવીયનગર પોલીસમાં લીનુ સિંઘ અને કુલદીપ દિનકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ લીનુસિંહે 2015માં કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પતિ પત્નીએ ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને પૈસા પડાવવા કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસ ની તપાસના તથ્યો બાદ દહીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

એક વર્ષ પહેલા દિલ્હીની મહિલા લીનુ સિંઘે આરોગ્ય વિભાગના તત્કાલીન કમિશનર ગૌરવ દહિયા સામે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરી છેતરપિંડી કરી હતી. અને સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા.

જ્યારે દહિયાએ પણ તે સમયે લીનુ સિંઘ સામે બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સબુકના માધ્યમથી 2017માં દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ ભારતીય વાયુસેના દ્વારા સ્પાઈસ-2000 બોમ્બની ખરીદી કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન