IAS Sharma will be the BJP's candidate in the UP Assembly elections, Deputy CM
  • Home
  • Election
  • UP વિધાન પરિષદની ચૂંટણીમાં IAS શર્મા ભાજપના ઉમેદવાર, ડેપ્યુટી CM બનાવાશે, UP, બિહારના ભૂમિહારોને..

UP વિધાન પરિષદની ચૂંટણીમાં IAS શર્મા ભાજપના ઉમેદવાર, ડેપ્યુટી CM બનાવાશે, UP, બિહારના ભૂમિહારોને..

 | 7:57 am IST
  • Share

ગુજરાત કેડરના IAS અરવિંદ કુમાર શર્મા રિટાર્યમેન્ટના બે વર્ષ પહેલા જ રાજીનામું આપ્યા બાદ ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે ભાજપમાં જોડાયા છે. ભાજપે ૨૮ જાન્યુઆરીએ યોજનારી વિધાન પરિષદની ચાર બેઠકોની ચૂંટણી માટે શુક્રવારે બપોરે સ્વૈચ્છીક નિવૃતિ લેનારા ગુજરાત કેડરના રિટાર્યડ IAS એ. કે. શર્માને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉત્તરપ્રદેશ સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળશે તેમ કહેવાય છે.

૨૦૦૧માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યા બાદ IAS અરવિંદ કુમાર શર્માને સૌથી પહેલા ઝ્રસ્ર્ંમાં સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા ! છેલ્લે ૨૦૧૪માં વડાપ્રધાનપદે શપથ લીધા બાદ પણ મોદીએ ગુજરાતમાંથી સૌથી પહેલા આ જ IASને PMOમાં બોલાવ્યા હતા.

શર્મા લગભગ ૨૦ વર્ષ સુધી નરેન્દ્ર મોદીની સાથે કામ કરી ચૂક્યા છે.  સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીમાં પ્રથમ ભાજપ સરકારની રચનાથી જ વડાપ્રધાનએ પોતાની ટીમમાં IAS, IPS, IFS (ફોરેન સર્વિસ)થી લઈને સિક્યોરિટી ફોર્સમાં કામ કરેલા અનેક એસ.જયશંકર, હરદિપસિંહ પુરી, આર.કે.સિંઘ, સોમપ્રકાશ સહિત અનેકવિધ અનુભવી ઓફિસરોને મંત્રી તરીકે સમાવ્યા છે.

સરકારમાં નીતિ નિર્ધારણ સાથે જોડાયેલા મહત્વના પદો પર ઓફિસરોની નિમણૂંકો કરી છે. હવે  IAS એ. કે. શર્માનો પણ સમાવેશ થયો છે. જેમના વિઝનનો લાભ ઉત્તરપ્રદેશ સરકાર અને પોતાના ગૃહરાજ્યના નાગરીકોને મળશે.

UP, બિહારના ભૂમિહારોને વર્ષો પછી નેતૃત્વ

અરૂણકુમાર શર્માનું વતનનું ગામ કાઝાખુર્દ દક્ષિણ- શ્ચિમ ઉત્તરપ્રદેશના મઉ જિલ્લામાં આવ્યુ છે. જે બિહારને અડીને આવ્યો છે. શર્મા ભૂમિહાર બ્રાહ્મણ છે, ગુજરાતમાં હતા ત્યારે અને દિલ્હી ગયા પછી પણ પોતાના વર્તુળો અને વતનમાં તેઓ ભોજપૂરી (બિહારી)માં જ વાતો કરતા. આથી, આ બંને રાજ્યોમાં ભૂમિહારોમાં પણ વર્ષો પછી સફળ IASના રૂપમાં રાજકિય નેતૃત્વ મળ્યાનો મેસેજ પહોંચ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો