IB issued Alert of terrorist intrusion via Indo-Pak border at Kutch
  • Home
  • Bhuj
  • કચ્છ-પાક બોર્ડર પરથી ઘૂસી શકે છે આતંકીઓ, IBએ એલર્ટ આપતાં સુરક્ષા વધારાઈ

કચ્છ-પાક બોર્ડર પરથી ઘૂસી શકે છે આતંકીઓ, IBએ એલર્ટ આપતાં સુરક્ષા વધારાઈ

 | 9:47 pm IST

15મી ઓગસ્ટના પગલે દેશભરમાં સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાનું એલર્ટ આપ્યું છે. ત્યારે વધુ એકવાર આઈબીએ કચ્છ બોર્ડરને લઈ એલર્ટ આપ્યું છે કે, કચ્છ-પાક બોર્ડર પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. જે બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સેન્ટ્રલ આઈબીએ ગુજરાત પોલીસને આતંકી એલર્ટ આપ્યું છે. જેમાં જણાવાયું છે કે, કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. આઈબીના આ એલર્ટને પગલે મરિન અને બોર્ડર પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. અને સતત બોર્ડર એરિયા પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

પૂર્વ કચ્છના એસપી પરિક્ષીતા રાઠોડે જણાવ્યું કે, કોઈ ઘૂષણખોરી ન થાય તે માટે અમે જરૂરી પગલાં લીધા છે. બોર્ડર એરિયા પર મરિન પોલીસ અને બોર્ડર પોલીસની વધારે ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. સાથે જ સીમા પર રહેતાં લોકો અને માછીમારોને પણ કોઈપણ શંકાસ્પદ વાહન, બોટ કે માણસ અંગે જાણકારી આપવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

જુઓ આ વીડિયો પણ…

સુષ્મા સ્વરાજને PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન