ICC Announced World Cup 2019's Team of the Tournament
  • Home
  • Sports
  • Cricket
  • ICCએ વર્લ્ડ કપ-19 ટીમ કરી જાહેર, કોહલી અને ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને કર્યા બહાર

ICCએ વર્લ્ડ કપ-19 ટીમ કરી જાહેર, કોહલી અને ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને કર્યા બહાર

 | 6:08 pm IST

વર્લ્ડ કપ 2019ની ફાઇનલ થયા બાદ આઈસીસીએ ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ની જાહેરાત કરી છે. આઈસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’માં વિરાટ કોહલી, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વૉર્નર, આરોન ફિંચ અને જૉની બેયરસ્ટો જેવા દિગ્ગજ ખેલાડીઓનાં નામ સામેલ નથી. આઈસીસીની આ ટીમમાં ભારતીય ટીમનાં ફક્ત 2 જ ખેલાડીઓ સામેલ છે. આમાં એક રોહિત શર્મા છે, જેણે વર્લ્ડ કપ 2019માં 5 સદી સાથે 648 રન બનાવ્યા. તો આ વર્લ્ડ કપની ટીમમાં બીજો ભારતીય ખેલાડી જસપ્રિત બુમરાહ છે, જેણે ડેથ ઑવર્સમાં સારી બૉલિંગ કરી 9 મેચોમાં 18 વિકેટ ઝડપી હતી.

આઈસીસીની વર્લ્ડ કપ-19ની ટીમમાં બે ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું

આ ઉપરાંત આ લિસ્ટમાં કોઈ પણ ભારતીય ખેલાડી સામેલ નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ જે ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરી છે, તેમાં 12 ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં 2 ભારતીય, 4 ઇંગ્લિશ, 2 ઑસ્ટ્રેલિયન, 1 બાંગ્લાદેશી અને 3 કીવી ખેલાડીઓ સામેલ છે. આ ટીમનો કેપ્ટન આઈસીસીએ કેન વિલિયમ્સનને બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019 દરમિયાન કેન વિલિયમ્સને શાનદાર પરફૉર્મન્સ કર્યું હતુ અને તેની કેપ્ટનશિપે પણ સૌનું ધ્યાન ખેંચ્યું.

આઈસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’

રોહિત શર્મા (ભારત), જેસન રૉય (ઇંગ્લેન્ડ), કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), જો રૂટ (ઇંગ્લેન્ડ), શાકિબ-અલ-હસન (બાંગ્લાદેશ), બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), એલેક્સ કૈરી (ઑસ્ટ્રેલિયા), મિચેલ સ્ટાર્ક (ઑસ્ટ્રેલિયા), જોફ્રા આર્ચર (ઇંગ્લેન્ડ), લૉકી ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ), જસપ્રિત બુમરાહ (ભારત) અને ટ્રેન્ટ બૉલ્ટ (ન્યૂઝીલેન્ડ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન