આ મહિલા બની ICCની પ્રથમ સ્વતંત્ર ડાયરેક્ટર - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આ મહિલા બની ICCની પ્રથમ સ્વતંત્ર ડાયરેક્ટર

આ મહિલા બની ICCની પ્રથમ સ્વતંત્ર ડાયરેક્ટર

 | 6:46 pm IST

પેપ્સિકોની ચેરમેન અને સીઇઓ ઇંદિરા નૂયીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પ્રથમ મહિલા સ્વતંત્ર ડાયરેક્ટર નિયુક્ત કરાઈ છે. નૂયી જૂન 2018માં પરિષદ સાથે જોડાશે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે જોડાયા બાદ ઇંદિરા નૂયીએ કહ્યું કે, આ ભૂમિકા માટે આઈસીસી સાથે જોડાનાર પ્રથમ મહિલા બની રોમાંચિત છું.

બોર્ડ, આઈસીસીના સભ્યો અને ક્રિકેટરો સાથે કામ કરવાની રાહ જોઉં છું. આઈસીસી અધ્યક્ષ શશાંક મનોહરે કહ્યું કે, સ્વતંત્ર ડાયરેક્ટર અને તે પણ મહિલાને નિયુક્ત કરવું આઈસીસીના સંચાલનને યોગ્ય બનાવવાની દિશામાં મુખ્ય પગલું છે.

તેમની નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે પરંતુ તેમને ફરી નિયુક્ત કરી શકાય છે. ભારતમાં જન્મેલાં ઇંદિરા કૃષ્ણમૂર્તિ નૂયી એક સિનિયર બિઝનેસ એક્ઝિક્યૂટિવ અને વર્તમાનમાં પેપ્સિકો કંપનીની અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. આ ઉપરાંત ફોર્બ્સ દ્વારા જાહેર કરાતી વિશ્વની પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તેમનું નામ સતત ચમકતું રહે છે.