icc cricket world cup 2019ન virat kohli and anushka sharma pics
  • Home
  • Photo Gallery
  • ‘ફરવા જવું હતું એટલે તરત આઉટ થઈ ગયો’ વિરાટ અનુષ્કાનાં PHOTOS પર લોકોની કોમેન્ટો

‘ફરવા જવું હતું એટલે તરત આઉટ થઈ ગયો’ વિરાટ અનુષ્કાનાં PHOTOS પર લોકોની કોમેન્ટો

 | 3:52 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનાં હાથે હારીને બહાર થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે આ કપનો અંત પણ આવી ગયો. પરંતુ ભારતનાં ક્રિકેટરો હજુ ઈંગ્લેન્ડમાં છે. જો કે અમુક ખેલાડી ભારત પરત ફરી ગયા છે. સેમીફાઈનમાં ભારતનાં હાર્યા પછી કરોડો લોકોનો દિલ તૂટ્યાં હતા.

હવે એ દુખમાં લોકોએ વિરાટ અનુષ્કાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે હાલમાં વિરાટ અને અનુષ્કા લંડનમાં સાથે સમય વિતાવી રહ્યાં છે. નારાજ થયેલા ફેન્સે હવે એવી માંગ કરી છે કે વિરાટ કોહલીને કેપ્ટનમાંથી કાઢી નાખો અને વન-ડે તેમજ ટી-20માં રોહિત શર્માને કેપ્ટન બનાવી દો. એકે લખ્યું કે, રોહિત શર્મા વિરાટ કોહલી કરતા સારો કેપ્ટન છે. કોહલી બેટ્સમેન સારો છે પણ કેપ્ટન તરીકે સારો નથી.

બીજા એક ફેન્સે લખ્યું કે, વિરાટને હટાવીને રોહિતને કેપ્ટન બનાવી દો. તો આગળ એક લખે છે કે, અમને અહીં દિલમાં ધ્રાસકો પડ્યો છે અને તે ફરી રહ્યો છે. તો વળી એકે એમ પણ લખ્યું કે, કોહલીને ફરવા જવું હતું એટલે તે તરત આઉટ થઈ ગયો. તો જુઓ અહીં કોહલી અનુષ્કાનાં વેકેશનનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન