ICC Cricket World Cup 2019s official anthem Stand by Released
  • Home
  • Sports
  • Cricket
  • ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019નું ગીત થયું લોન્ચ, જાણો શું છે તેનું નામ

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019નું ગીત થયું લોન્ચ, જાણો શું છે તેનું નામ

 | 10:19 am IST

ક્રિકેટનું મહાપર્વ વર્લ્ડકપ આગામી 30મી મે થી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાશે. આઈપીએલ પુરી થઈ ગઈ છે ત્યારે વર્લ્ડકપનો આનંદ બેવડાયો છે. દુનિયાભરના કરોડો ચાહકોને ચાતક નજરે તેની રાહ જોઈ રહ્યાં છે. વર્લ્ડકપ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આઈસીસી વર્લ્ડકપ 2019નું એન્થમ રિલીઝ કરવામાં આવ્યું છે.

એન્થમનું નામ સ્ટેંડ બાય છે જેને LORYN અને Rudimentalએ મળીને બનાવ્યું છે. આઈસીસીએ જાણકારી આપતા કહ્યું કે, સ્ટેન્ડ બાય સોન્ગ જે આઈસીસી વર્લ્ડ કપનું એન્થમ છે, દરેક મેચ દરમ્યાન સ્ટેડિયમ અને શહેરમાં વગાડવામાં આવશે. LORYN અને Rudimentalએ વર્લ્ડ કપ એન્થમમાં યૂનાઈટેડ કિંગડમની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવી છે.

વર્લ્ડ કપ દુનિયાની સૌથી મોટી રમત સ્પર્ધામાંની એક છે. જેને નિહાળવા દુનિયાભરથી ક્રિકેટ રસિયાઓ ઈંગ્લેન્ડ પહોંચશે અને કરોડો લોકો તેને ટીવી અને ઓનલાઈન માધ્યમથી જોશે.

આઈસીસી વર્લ્ડ કપની પહેલી મેચ 30મેના રોજ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે. 14 જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન