ICC Cricket World Cup: Virat Kohli Praises Rohit Sharma And Kuldeep Yadav
  • Home
  • Sports
  • Cricket
  • World Cup 2019: પાક.સામે જીત બાદ કોહલી શું બોલ્યો? તો સરફરાઝ એ કોના પર માછલા ધોયા?

World Cup 2019: પાક.સામે જીત બાદ કોહલી શું બોલ્યો? તો સરફરાઝ એ કોના પર માછલા ધોયા?

 | 10:17 am IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર જીત બાદ શતકવીર રોહિત શર્મા અને પાકિસ્તાની ઇનિંગ્સમાં બે મહત્વપૂર્ણ વિકેટ લેનાર સ્પિનર કુલદીપ યાદવની ખાસ પ્રશંસા કરી. ભારતે રોહિતના 140 રનની મદદથી પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા. તેના જવાબમાં પાકિસ્તાન વરસાદના લીધે નક્કી કરાયેલી 40 ઓવરમાં 6 વિકેટ પર 212 રન જ બનાવી શકયું.

કોહલીએ મેચ બાદ કહ્યું કે રોહિતે પહેલાં મેચમાં અમને એકલા દમ પર જીતાડી દીધું. બીજી મેચમાં અમે ટીમના પ્રયાસથી જીત નોંધાવી અને આજે ફરી રોહિતનો દિવસ હતો. તો કુલદીપે શ્રેષ્ઠ બોલિંગ કરી. પાકિસ્તાની બોલર્સ કોઇપણ રીતે કુલદીપની ઓવર પૂરી કરવા માંગતા હતા. આ પ્રકારની પરિસ્થિતિમાં લાંબા સ્પેલથી મદદ મળે છે. તેમણે જે રીતે બોલ પર બાબરને આઉટ કર્યો તો લાજવાબ હતું. તેની સાથે જ કહ્યું કે બોલિંગ કરતાં સમયે ઇજા પામેલ ભુવનેશ્વરની ઇજા બહુ ગંભીર નથી.

હાર બાદ સરફરાઝ શું બોલ્યા
પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું કે તેમના બોલર્સ યોગ્ય કરી શકયા નહીં. તેમણે કહ્યું કે અમે ટોસ જીતીને નિર્ણય સારો કર્યો, પરંતુ દુર્ભાગ્યથી અમે યોગ્ય બોલિંગ કરી શકયા નહીં. રોહિતને શ્રેય જાય છે. તેઓ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યા. અમારી રણનીતિ બોલને આગળ પિચ કરાવાની હતી પરંતુ અમે બરાબર બોલ ફેંકી શકયા નહીં.

મેન ઓફ ધ મેચ રોહિતે કહ્યું કે જે રીતે ટીમે પ્રદર્શન કર્યું તેનાથી ખરેખર હું ખુશ છું. અમે નક્કર ક્રિકેટ રમવાના ઉદ્દેશ્યથી મેદાન પર ઉતર્યા હતા અને અમે આજે એમ જ કર્યું.

આ વીડિયો પણ જુઓ – વિરાટ કોહલીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન