ICC declared WC Team, Virat Kohli not in the Team
  • Home
  • Sports
  • Cricket
  • ICC એ સૌને ચોંકાવ્યા, WC ટુર્નામેન્ટ ટીમમાંથી કોહલી બાકાત, આ ખેલાડીની એન્ટ્રી

ICC એ સૌને ચોંકાવ્યા, WC ટુર્નામેન્ટ ટીમમાંથી કોહલી બાકાત, આ ખેલાડીની એન્ટ્રી

 | 8:46 am IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019, 12મું એડિશન સંપૂર્ણ થયું છે. આ ખિતાબ યજમાન ટીમ ઇંગ્લેન્ડ પોતાના નામે કરી વર્લ્ડ ચેમ્પિયન બની છે. જ્યારે ટુર્નામેન્ટ સમાપ્ત થયા બાદ આઈસીસીએ તેની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી છે. જેમાં ભારતના બે ખેલાડીઓને જગ્યા મળી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નથી. એટલે કે આઈસીસીએ તેની વર્લ્ડ કપ ટીમમાંથી વિરાટ કોહલીને બાકાત રાખ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસીએ તેની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પસંદ કર્યો છે. આ ટીમમાં સૌથી વધુ 4 ખેલાડી ઇંગ્લેન્ડ ટીમના છે. જ્યારે ભારત-2, ઓસ્ટ્રેલિયા-2, બાંગ્લાદેશ-1 સામેલ છે. ઉપરાંત 3 ખેલાડી ન્યૂઝીલેન્ડની ટીમમાંથી છે. ટ્રેંટ બોલ્ટને 12માં ખેલાડી તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આઈસીસીએ આ ખેલાડીઓની પસંદગી ટુર્નામેન્ટ દરમિયાન તેમના પ્રદર્શનના આધારે કરી છે. ભારતના રોહિત શર્માએ ટુર્નામેન્ટમાં 5 સદી ફટકારી 648 રન બનાવ્યા. રોહિત શર્મા સાથે ઓપનર તરીકે ઇંગ્લેન્ડના જેસન રોયની પસંદગી કરવામાં આવી છે. રોયે ટુર્નામેન્ટમાં 115.36ના સ્ટ્રાઇક રેટથી 443 રન બનાવ્યા હતા. 3 નંબર પર કિવી કેપ્ટન કેન વિલિયમસનને(કેપ્ટન તરીકે) જગ્યા મળી છે. ત્યાર બાદ 4 નંબર પર બાંગ્લાદેશના શાકિબ અલ હસન, જો રૂટ(5), બેન સ્ટોક્સ(6), ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર અને બેટ્સમેન એલેક્સ કેરી(7), ઝડપી બોલર મિશેલ સ્ટોર્ક(8), જોફ્રા આર્ચર(9), લોકી ફર્ગ્યુસન(10), જસપ્રીત બુમરાહ(11) અને ટ્રેંટ બોલ્ટ(12)ને સામેલ કરવામાં આવ્યા છે.

જોકે સૌને હેરાન કરે એવી વાત એ છે કે આઈસીસીની આ વર્લ્ડ કપ ટીમમાં વન ડે રેકિંગમાં નંબર વન ખેલાડી વિરાટ કોહલીને સામેલ કરવામાં આવ્યો નથી. કોહલીએ આ વર્લ્ડ કપમાં 442 રન બનાવ્યા હતા. જ્યારે સતત 5 અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ કોહલીએ ટુર્નામેન્ટમાં કોઈ સદી ફટકારી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન