એશિઝ મામલો : ખરાબ પીચ બદલ ICCની MCGને વોર્નિંગ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • એશિઝ મામલો : ખરાબ પીચ બદલ ICCની MCGને વોર્નિંગ

એશિઝ મામલો : ખરાબ પીચ બદલ ICCની MCGને વોર્નિંગ

 | 11:24 pm IST

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ સિરીઝની ચોથી મેચમાં બનાવાયેલી ખરાબ પીચ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અધિકારીક રીતે ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે, એશિઝની ચોથી મેચમાં મેલબર્ન સ્ટેડિયમની પીચ બંને ટીમને પસંદ પડી નહોતી. આ ઉપરાંત રમતમાં પણ યોગ્ય સાથ મળ્યો નહોતો. આ વિવાદ બાદ પીચ મુદ્દે રેફરીઓએ સ્ટેડિયમ ઓથોરિટીની ઝાટકણી કાઢી હતી. હવે આઈસીસી દ્વારા પણ ખરાબ પીચના મામલે અધિકારિક ચેતવણી જારી કરવામાં આવી છે. પાંચ દિવસમાં અહીંયાં માત્ર ૨૪ વિકેટ પડી હતી અને મેચ ડ્રો સાબિત થઈ હતી. આ કારણે બંને ટીમ દ્વારા પીચની આકરી ટીકા કરવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૩૨૭ રન અને બીજી ઈનિંગમાં ૨૬૩ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ઈંગ્લેન્ડ એક ઈનિંગમાં ૪૯૧ રન બનાવી શકી હતી.

પાંચ દિવસમાં પીચમાં કોઈ પરિવર્તન ન આવ્યું

મેચ રેફરી રંજન મદુગાલેએ આ મુદ્દે બોર્ડને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પીચ ઉપર બેટ અને બોલનું કોઈ સંતુલન નહોતું. આ ઉપરાંત પાંચ દિવસ સુધી પીચમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. આઈસીસીએ જણાવ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ મદુગાલેના ખરાબ રેટિંગ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એમ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેચ માટે અહીંયાં પીચ તૈયાર થઈ છે. અહીંયાં ક્યારેય કોઈ ખરાબ પીચ તૈયાર થઈ હોવાન ઈતિહાસ નોંધાયો નથી. એમસીજી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યમાં પીચમાં સુધારો કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

નેગેટિવ રેટિંગ આપવામાં આવશે

પીચ એન્ડ આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયા હેઠળ મેલબર્ન ટેસ્ટની આઈસીસીએ અંતિમ વખત સમીક્ષા કરી હતી. આઈસીસી દ્વારા સમીક્ષા કરાય તે અંતિમ મેચ હતી. હવે ક્રિકેટ ગ્રાઉન્ડની સમીક્ષા માટે નવી સિસ્ટમ આવી છે. નવી સિસ્ટમ હેઠળ ખરાબ પીચ કે ગ્રાઉન્ડને નેગેટિવ રેટિંગ આપવામાં આવશે. પાંચ વર્ષ સુધી તે રેટિંગ નેગેટિવ રાખવામાં આવશે. નેગેટિવ રેટિંગનું પ્રમાણ વધશે તો આવા મેદાનો ઉપર આંતરરાષ્ટ્રીય મેચ રમાડવાનું બંધ કરવામાં આવશે.