...શું હવે ઉછાળવામાં નહીં આવે ટોસ...!, ICC લેશે મોટો નિર્ણય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • …શું હવે ઉછાળવામાં નહીં આવે ટોસ…!, ICC લેશે મોટો નિર્ણય

…શું હવે ઉછાળવામાં નહીં આવે ટોસ…!, ICC લેશે મોટો નિર્ણય

 | 6:51 pm IST

શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોસને અલવિદા કહી દેવું જોઈએ કેમકે બંને ટીમોમાંથી કોઈ ફાયદામાં ન રહે? ટોસનો ક્રિકેટની શરૂઆતથી મજબુત સંબધ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ક્રિકેટ સમિતિની મુંબઈમાં 28 અને 29 મેના રોજ થવાની બેઠકમાં આ બાબતની પ્રાસંગિકતા અને નિષ્પક્ષતા પર ચર્ચા કરવામાં આવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, ‘ટેસ્ટ ક્રિકેટથી જોડાયેલા ટોસને ખતમ કરી શકાય છે. ICC ક્રિકેટ સમિતિ આ બાબત પર ચર્ચા કરવા માટે તૈયાર છે કે શું મેચથી પહેલા સિક્કા ઉછળવાની પરંપરા સમાપ્ત કરવામાં આવે જેનાથી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઘરેલું મેદાનોથી મળતા ફાયદાને બંધ કરી શકાય.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિક્કા ઉછળવા એટલે કે ટોસની પરંપરા ઇગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે 1877માં રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચથી ચાલી આવે છે. આ આ બાબત સ્પષ્ટ કરી શકાય છે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ અથવા બોલિંગ કરી શકશે. સિક્કા ઘરેલું ટીમનો કેપ્ટન ઉછાળે છે અને મહેમાન ટીમનો કેપ્ટન ‘હેડ અથવા ટેલ’ બોલે છે.

પરંતુ હાલમાં આ બાબત પર સવાલ ઉઠવા લાગ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે આ પરંપરાના કારણે મહેમાન ટીમને અનુચિત લાભ મળે છે.

વેબસાઈટે પેનલના સભ્યોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘ટેસ્ટ પ[પિચોની તૈયારીઓમાં ઘરેલું ટીમોના હસ્તક્ષેપના વર્તમાન સ્તરને જોઇને ગંભીર ચિંતા જણાવાય છે અને સમિતિના એકથી વધારે સભ્યોનું માનવું છે કે પ્રત્યેક મેચમાં મહેમાન ટીમને ટોસ પર ફેસલો કરવાનો અધિકાર આપવામાં આવે. હાલાંકી સમિતિમાં અમુક એવા સભ્યો પણ છે કે જેમણે પોતાના વિચાર વ્યક્ત કર્યા નથી.