ICC makes big Mistake on Social Media regarding Rahul Dravid
  • Home
  • Sports
  • Cricket
  • 24,000થી વધુ રન બનાવનાર આ દિગ્ગજ ખેલાડી વિશે ICCની મસમોટી ભૂલ, યુઝર્સે લીધી ચુટકી

24,000થી વધુ રન બનાવનાર આ દિગ્ગજ ખેલાડી વિશે ICCની મસમોટી ભૂલ, યુઝર્સે લીધી ચુટકી

 | 9:11 am IST

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) તેના ટ્વિટર હેન્ડલ પર ભૂલ કરવા માટે જાણીતું છે. પહેલા શ્રીલંકાના મહાન ખેલાડી મુથૈયા મુરલીધરન અને મલિંગાની પોસ્ટને લઈ મોટી ભૂલ કરી હતી. ત્યારે હવે ભારતના એક લોકપ્રિય અને મહાન ખેલાડીને લઈ મસમોટી ભૂલ કરી છે. 

આઇસીસીએ ભારત ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતમાં ‘ધ વોલ’ તરીકે ઓળખાતા એવા દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને લઈ એક મસમોટી ભૂલ કરી છે. જેના પછી સોશિયલ મીડિયા પર યુઝર્સે આઇસીસીના ટ્વીટની ખૂબજ મજા લીધી હતી.

આપણે જણાવી દઈએ આઇસીસીએ તાજેતરમાં તેના ટ્વિટર હેન્ડલ પર રાહુલ દ્રવિડને લઈ એક ટ્વીટ કરી છે. જેમાં તેને રાહુલ દ્રવિડની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું ‘બેટ્સમેન: ડાબો હાથ’. ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થાએ તેની વેબસાઇટ પર હોલ ઓફ ફેમની એક યાદીમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને ડાબા હાથનો બેટ્સમેન બતાવ્યો છે. આ વાતને લઈ હવે યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર આઇસીસીની આ મોટી ભૂલની મજા લેવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તિરુવનંતપુરમમાં ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ પાંચમા વન ડે પહેલા દ્રવિડને કેપ આપીને આ સન્માન અપાયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઇંગ્લેન્ડની મહિલા ખેલાડી ક્લારે ટેલરને પણ જુલાઈમાં આઇસીસી હોલ ઓફ ફેમમાં જગ્યા મળી હતી. દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ અને 344 વન ડે મેચ રમ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 24,177 રન બનાવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: મહિલાઓને પોતાની ગંદી હવસનો શિકાર બનાવે છે દુષ્કર્મી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન