ICC may take serious action against bangladeshs aggressive celebrations
  • Home
  • Sports
  • Cricket
  • બાંગ્લાદેશી ખેલાડીઓના ગેરવર્તન પર ICCની લાલ આંખ! ભારતીય ટીમ મેનેજરે આપ્યા સંકેત

બાંગ્લાદેશી ખેલાડીઓના ગેરવર્તન પર ICCની લાલ આંખ! ભારતીય ટીમ મેનેજરે આપ્યા સંકેત

 | 8:48 pm IST

રવિવારે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવી પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયાને 3 વિકેટથી હરાવી હતી. જો કે, જીત બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ જે રીત જશ્ન મનાવ્યો તેનાથી ક્રિકેટ ફેન્સ ખુશ નથી. જીત બાદ જોશમાં આવેલ બાંગ્લાદેશના ખેલાડીઓએ એવું વર્તન કર્યું કે જેના પછી ટીમના કેપ્ટન અકબર અલીને માફી પણ માંગવી પડી.

ત્યારે હવે બાંગ્લાદેશી ક્રિકેટરોના વ્યવહારની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) પણ સમીક્ષા કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું કે આઈસીસી બાંગ્લાદેશના ખેલાડીઓ દ્વારા જીત બાદ આક્રમક અંદાજમાં જીતની ઉજવણી મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ફાઇનલ મેચના ‘અંતિમ અમુક મિનિટો’ની ફૂટેજ ચેક કરશે અને સમીક્ષા કરશે.

આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશી ખેલાડી જીતની ઉજવણીમાં વધારે જોશમાં આવી ગયા હતા અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના પછી બાંગ્લાદેશી કેપ્ટન અકબર અલીએ આને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ઘટના ગણાવી હતી અને માફી પણ માંગી હતી. ત્યારે બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે બાંગ્લાદેશી ખેલાડીઓના વર્તનને ‘ડર્ટી’ બતાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં પોલીસ કર્મીના બાઈકને આગ ચંપી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન