ICC mocked Sachin Tendulkar for Ben Stokes
  • Home
  • Sports
  • Cricket
  • ICCને સચિનની મજાક ઉડાવી ભારે પડી ગઇ, પ્રશંસકોએ લઇ લીધો ઉધડો

ICCને સચિનની મજાક ઉડાવી ભારે પડી ગઇ, પ્રશંસકોએ લઇ લીધો ઉધડો

 | 2:39 pm IST

બેન સ્ટોક્સ તાજેતરમાં ઇંગ્લન્ડ ક્રિકેટ ટીમનો સૌથી મોટો તારણહાર બનીને આવ્યો છે. તેના અણનમ 135 રનનાં કારણે ઇંગ્લેન્ડએ હેંડિગ્લેમાં રમાયેલ ત્રીજી એશેઝ સિરીઝમાં યજમાન ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવી સિરીઝમાં વાપસી કરી લીધી છે. બેન સ્ટોક્સના આ શાનદાર પ્રદર્શન બાદ તાજેતરના અને પૂર્વ ખેલાડીઓએ તેના ભરપેટ વખાણ કર્યા છે. માત્ર આટલું નહી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનએ તો સ્ટોક્સને તરત જ નાઇટહૂડની ઉપાધિ આપવાની ભલામણ કરી દીધી છે. હવે આઇસીસીએ પણ બેન સ્ટોક્સને લઇ એક ટ્વીટ કર્યુ છે.

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઇસીસી(ICC)એ બેન સ્ટોક્સને લઇ ટ્વીટ કર્યુ છે, જેમાં દુનિયાના મહાન બેટ્સમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર સચિન તેંડુલકરની મજાક ઉડાવી છે. ખરેખર આઇસીસીએ પોતાના ટ્વીટમાં બેન સ્ટોક્સને દુનિયાનો મહાન ક્રિકેટર ગણાવ્યો છે. જેના પર સચિન તેંડુલકરના ફેન્સ રાતાપિળા થઇ ગયા છે અને તેમણે આ ટ્વીટ પર નારાજગી પણ વ્યક્ત કરી છે. સ્ટોક્સએ તાજેતરમાં જ આઇસીસી વર્લ્ડકપ ફાઇનલમાં 84 રનની વિજયી ઇનિંગ રમી ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. જેના પછી આઇસીસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બેન સ્ટોક્સ અને સચિન તેંડુલકરની તસવીર પોસ્ટ કરી કેપ્શમાં લખ્યુ છે કે દુનિયાનાં મહાનતમ ક્રિકેટર સાથે સચિન તેંડુલકર.

આ બુધવારે આઇસીસીએ આ તસવીરને ફરીથી ટ્વીટ કરી છે, આ ટ્વીટમાં લખેલા કેપ્શનનો મતલબ પહેલાથી જ બતાવી દેવામાં આવ્યો હતો. સ્ટોક્સ દુનિયાના મહાનતમ ક્રિકેટર છે. જોકે આ વખતે પણ સચિનના પ્રશંસકોએ આ તસવીર અને કેપ્શનને લઇ આઇસીસીને હાડે હાથ લીધુ છે. પ્રશંસકોનું કહેવું છે કે, ભલે બેન સ્ટોક્સ પ્રદર્શનને લઇ તેમના વખાણ કરવામાં આવે પરંતુ તેને દુનિયાનો મહાન ખેલાડી ગણાવો યોગ્ય નથી.

આ પણ જુઓ: ચાંદખેડા પોલીસે ઢબૂડી માતા સામે તપાસ હાથ ધરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન