ICC prepare Reserve Plan for World Cup Semi Final and Final Matches
  • Home
  • Sports
  • Cricket
  • ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની પુરેપુરી આગાહી! વરસાદ પડે તો શું કહે છે ગણિત?

ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની પુરેપુરી આગાહી! વરસાદ પડે તો શું કહે છે ગણિત?

 | 3:45 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. જ્યારે બીજા સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડની લીગ મેચ વરસાદનો ભોગ બની હતી અને મેચ રમાઇ નહોતી. તેથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમવાર સેમિફાઇનલમાં એકબીજાને ટક્કર આપશે.

પરંતુ બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે બ્રિટિશ હવામાન વિભાગે માંન્ચેસ્ટરમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ફરી વરસાદનો ભોગ બને એવી સંભાવનાઓ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઇગ્લેન્ડમાં રમાઇ રહેલા વર્લ્ડકપમાં અનેક મેચોમાં વરસાદ વિલન બન્યો હતો. વરસાદના કારણે અનેક મહત્વની મેચ ન રમાતા ક્રિકેટ ચાહકોને નિરાશા થઈ હતી.

ત્યારે હવે 9 જુલાઇના રોજ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડશે તો શું થશે તેને લઇને ક્રિકેટ ચાહકોમાં સવાલ ઉઠી રહ્યા છે. જો સેમિફાઇનલમાં વરસાદ પડશે તો શું નિર્ણય લેવામાં આવશે તે વિશે પણ ફેન્સના મનમાં સવાલ છે. ત્યારે હવે એવી માહિતી મળી છે કે આ સમસ્યાને ધ્યાનમાં રાખી આઈસીસીએ અગાઉથી એક પ્લાન તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ જો વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇલ(9 જુલાઈ) મેચમાં વરસાદ પડે તો મેચ આગામી દિવસે એટલે કે 10 જુલાઈના રોજ રમાડવામાં આવશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે આઈસીસી દ્ધારા રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન