ICC ટેસ્ટ રેન્કિંગ: જાણો ભારતના કયા ખેલાડીને થયું નુકસાન અને ફાયદો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ICC ટેસ્ટ રેન્કિંગ: જાણો ભારતના કયા ખેલાડીને થયું નુકસાન અને ફાયદો

ICC ટેસ્ટ રેન્કિંગ: જાણો ભારતના કયા ખેલાડીને થયું નુકસાન અને ફાયદો

 | 8:13 pm IST

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા મંગળવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરાઈ હતી જેમાં ઓસી.ના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક મેળવતાં પાંચમું સ્થાન મેળવી લીધું છે. આ પહેલાં તે ડિસેમ્બર 2016માં છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. બેટિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા ક્રમે અને ચેતેશ્વર પૂજારા છઠ્ઠા ક્રમે યથાવત્ છે.

મિચેલ સ્ટાર્કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં 109 રન આપી નવ વિકેટ ઝડપી હતી જેને કારણે પાંચ સ્થાનની છલાંગ લગાવતાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. તે સિવાય ટોચના ચાર બોલરોમાં એન્ડરસન પ્રથમ સ્થાને, રબાદા બીજા, રવીન્દ્ર જાડેજા ત્રીજા અને જોશ હેઝલવૂડ ચોથા સ્થાને છે.

અશ્વિનને એક સ્થાનનું નુકસાન થતાં છઠ્ઠા ક્રમે ધકેલાયો છે જ્યારે ફિલાન્ડર સાતમા, વેગનર આઠમા હેરથ નવમા અને મોર્ને મોર્કેલ 10મા સ્થાને છે. આ ચારેયને પણ 1-1 સ્થાનનું નુકસાન થયું છે.

બેટિંગ રેન્કિંગમાં ટોચના છ સ્થાનમાં કોઈ બદલાવ થયો નથી. સ્ટીવન સ્મિથ પ્રથમ, વિરાટ કોહલી બીજા, જો રૂટ ત્રીજા, વિલિયમસન ચોથા, ડેવિડ વોર્નર પાંચમા અને ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાને છે. હાશિમ અમલાને ત્રણ સ્થાનનું નુકસાન થતાં તે 10મા સ્થાને ધકેલાયો છે જેને કારણે અઝહરઅલી સાતમા, એલેસ્ટર કૂક આઠમા અને રોસ ટેલર નવમા સ્થાને પહોંચ્યા છે.

આફ્રિકાના ઓપનર એડન માર્કરામે પ્રથમ ટેસ્ટમાં 32 અને 143 રન બનાવ્યા હતા જેને કારણે 28 સ્થાનની છલાંગ લગાવી 19મા ક્રમે પહોંચ્યો છે જ્યારે ડી વિલિયર્સ એક સ્થાનના ફાયદા સાથે 12, શોન માર્શ બે સ્થાનના ફાયદા સાથે 16મા ક્રમે પહોંચ્યો છે. મિચેલ માર્શને પણ 13 સ્થાનનો ફાયદો થતાં 43મું સ્થાન મેળવ્યું છે. મિચેલ સ્ટાર્કને ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં પણ ફાયદો થયો છે અને તે બે સ્થાનના સુધારા સાથે પાંચમા ક્રમે પહોંચ્યો છે.