ICC Announced Roger Federe as Number 1 test batsman in his twit
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ….અને ICCએ ટેનિસ સ્ટાર રોજર ફેડરરને ગણાવી દીધો ટેસ્ટ મેચનો નંબર વન બેટ્સમેન!

….અને ICCએ ટેનિસ સ્ટાર રોજર ફેડરરને ગણાવી દીધો ટેસ્ટ મેચનો નંબર વન બેટ્સમેન!

 | 5:11 pm IST

દુનિયાનાં નંબર 2 ટેનિસ ખેલાડી રોજર ફેડરરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બેટ્સમેન ગણાવ્યો છે! જો તમને આ વાંચીને એવું લાગતું હોય કે લખવામાં કોઇ ભૂલ થઇ છે તો અમે તમને જણાવી દઇએ કે આવુ નથી. વાત એમ છે કે ICCએ વિંબલડનનાં એક મજેદાર ટ્વિટનો જવાબ આપતા લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ટેનિસ ટૂર્નામેન્ટ વિંબલડન ચાલી રહી છે જેની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરએ પ્રવેશ કરી લીધો છે. તાજેતરમાં થયેલી એક મેચમાં ફેડરરએ ક્રિકેટનાં અંદાજમાં ડિફેન્સ કર્યું હતુ. આ વિડીયોને શેર કરતા વિંબલડને ICCને લખ્યું, ‘રોજર ફેડરરનાં ફૉરવર્ડ ડિફેંસ માટે તેને કેટલા રેટિંગ મળશે?’

આ ટ્વિટનો ICCએ મજેદાર જવાબ આપ્યો હતો. ICCએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો હતો, જેમાં રોજર ફેડરરને ટેસ્ટ ક્રિકેટનો નંબર વન ખેલાડી ગણાવ્યો હતો. ICCએ એક અન્ય ટ્વિટમાં સચિન તેંડુલકર અને રોજર ફેડરરને સ્પાઇડરમેનનાં ડ્રેસમાં બતાવીને તેમની તુલના કરી છે. ટ્વિટમાં લખ્યું છે, ‘જ્યારે એક મહાન, બીજા મહાનને ઓળખી જાય છે.’