ICC shares Motera Cricket Stadium Latest Picture on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • ભારતની શાન મોટેરા સ્ટેડિયમની લેટેસ્ટ તસવીર ICC એ કરી શેર, જોઈ તમે પણ કહેશો ‘અદ્દભૂત’

ભારતની શાન મોટેરા સ્ટેડિયમની લેટેસ્ટ તસવીર ICC એ કરી શેર, જોઈ તમે પણ કહેશો ‘અદ્દભૂત’

 | 11:01 pm IST

દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં બનીને લગભગ તૈયાર થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશાળ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન 24મી ફેબ્રુઆરીએ કરવાના છે. ત્યારે આ પહેલા ICCએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની એક ખૂબસૂરત તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ રવિવારે મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી છે. આપણે જણાવી દઈએ કે મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા લગભગ 1 લાખ 10 હજાર સુધી છે. જ્યારે પહેલા 49 હજાર દર્શક ક્ષમતા હતી. આ સ્ટેડિયમને વર્ષ 1982માં બનાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સરદાર પટેલ સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શક ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે.

આઈસીસીએ મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરતા લખ્યું કે,‘અંદાજે 1,10,000 ક્ષમતા ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ લગભગ બનીને તૈયાર છે. તેની આ લેટેસ્ટ તસવીર.’ માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમ 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલ છે જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, 76 કોર્પોરેટ બોક્સ, ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઇન્ડોર એકેડમી અને ઇન્ડોર લગભગ 3,000 કાર અને 10,000 મોટર સાઇકલ પાર્ક કરાઈ શકાય એવી પાર્કિંગ ક્ષમતાની સુવિધા હશે. આ સ્ટેડિયમનું નિર્માણ ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા છે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરમાં પરણિતા પર સામુહિક દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન