CWC19: ICC Talking About New Color Of Indian Team
  • Home
  • Sports
  • Cricket
  • કોણે પસંદ કર્યો ભારતીય ટીમ માટે ‘ભગવા રંગ’? ICCએ આપ્યો જવાબ

કોણે પસંદ કર્યો ભારતીય ટીમ માટે ‘ભગવા રંગ’? ICCએ આપ્યો જવાબ

 | 7:23 pm IST

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની સાતમી મેચમાં ઉતરશે ત્યારે તે હંમેશાની જેમ વાદળી રંગની જર્સીમાં જોવા નહીં મળે. ભારતીય ટીમ 30 જૂનનાં એજબેસ્ટનમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમાવામાં આવનાર પોતાની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે. આવામાં લોકોને પણ પ્રશ્ન હશે કે શા માટે એક જ ટૂર્નામેન્ટમાં અલગ-અલગ જર્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતની જર્સીનાં આ રંગને કોણે પસંદ કર્યો?

ટીમ ઇન્ડિયાની જર્સી પર બોલ્યું આઈસીસી

આઈસીસીએ જણાવ્યું કે, “બીસીસીઆઈને રંગનાં વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમણે એ પસંદ કર્યો જે તેમને સૌથી સારો લાગ્યો. આવુ એ માટે થઈ રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ જોવા મળે, કેમકે ઇંગ્લેન્ડ પણ ભારતની જેમ વાદળી રંગની જર્સી પહેરીને રમી રહી છે. ભારતે અલગ દેખાવા માટે બીજો રંગ પસંદ કરવો પડ્યો.”

આ રંગ ટીમ ઇન્ડિયાની ટી-20 જર્સીમાંથી લેવામાં આવ્યો છે, જેમાં ભગવો રંગ છે. અમેરિકામાં બેઠેલા ડિઝાઇનર્સે અત્યારની જર્સી જેવી જ જર્સી તૈયાર કરી છે. તેમાં વધારે ફરક નથી, જેથી ફેન્સને ઓળખવામાં મુશ્કેલી ના થાય. ઉલ્લેખનીય છે કે ભારત ઉપરાંત આફ્રિકા પણ અલ્ટરનેટ જર્સી સાથે વર્લ્ડ કપમાં રમી રહી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન