ICC Test Match Team Rankings International Cricket Council
  • Home
  • Sports
  • Cricket
  • ICC વન-ડે રેન્કિંગમાં આ ખેલાડીઓનો દબદબો, કોહલી અને રોહિતે પોતાનું સ્થાન મજબૂત કર્યું

ICC વન-ડે રેન્કિંગમાં આ ખેલાડીઓનો દબદબો, કોહલી અને રોહિતે પોતાનું સ્થાન મજબૂત કર્યું

 | 7:00 am IST

ભારતીય સુકાની વિરાટ કોહલી તથા રોહિત શર્માએ સોમવારે જારી થયેલી આઇસીસી વન-ડે રેન્કિંગના ટોપ બેટ્સમેનોની રેન્કિંગમાં પોતાના પ્રથમ બે સ્થાનને વધારે મજબૂત કર્યા છે. બીજી તરફ જસપ્રીત બુમરાહે ટોપ-10 બોલર્સમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વન-ડે શ્રેણી બાદ કોહલીએ નંબર-1 તથા રોહિતે નંબર-૨ના સ્થાનને વધારે મજબૂત કર્યું છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચમાં 183 તથા રોહિતે 171 રન બનાવ્યા હતા. રોહિતે બેંગ્લોર ખાતેની ત્રીજી વન-ડેમાં 119 રનની ઇનિંગ્સ રમી હતી. કોહલીના 886 તથા રોહિતના 868 રેટિંગ પોઇન્ટ છે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન ખભામાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવને બે ઇનિંગ્સમાં 170 રન બનાવ્યા હતા અને તે સાત ક્રમાંકની આગેકૂચ કરીને 15મા ક્રમાંકે પહોંચી ગયો છે. લોકેશ રાહુલે ત્રણ મેચમાં કુલ 146 રન બનાવ્યા હતા અને તે 21 ક્રમાંક આગળ આવીને 50મા ક્રમે પહોંચી ગયો છે.

ઇજામાંથી મુક્ત થઇને ક્રિકેટમાં પરત ફરેલો બુમરાહ બોલર્સની યાદીમાં 764 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો ડાબોડી બોલર ટ્રેન્ટ બાઉલ્ટ બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર એક ક્રમાંક આગળ આવીને છઠ્ઠા તથા સુકાની એરોન ફિન્ચ 10માં સ્થાને પહોંચી ગયો છે. લેગ સ્પિનર એડમ ઝમ્પા ભારત સામે શ્રેણીમાં પાંચ વિકેટ ઝડપ્યા બાદ 2૦ ક્રમાંકની આગેકૂચ સાથે 37મા ક્રમે પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન