ICC Test Ranking: Indian Cricketor Virat Kohli Reclaims N0.1
  • Home
  • Sports
  • Cricket
  • ICC ટેસ્ટ રેન્કિંગ: ઑસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરને પછાડી કોહલી ફરી નંબર-1

ICC ટેસ્ટ રેન્કિંગ: ઑસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરને પછાડી કોહલી ફરી નંબર-1

 | 2:18 pm IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લોર્ડસ ટેસ્ટમાં નિષ્ફળતાના લીધે 13મી ઑગસ્ટ 2018ના રોજ જે આઇસીસીના નંબર-1 બેટસમેનનો તાજ ગુમાવ્યો હતો તે હવે ફરીથી પ્રાપ્ત કરી લીધો છે. પાકિસ્તાનની વિરૂદ્ધ સીરીઝમાં નિષ્ફળતા બાદ હવે સ્ટીવ સ્મિથ બીજા નંબર પર આવી ગયા છે.

ICCના તાજા રેન્કિંગમાં વિરાટ કોહલી 928ના રેટિંગની સાથે નંબર-1 પર આવી ગયા છે. ઑસ્ટ્રેલિયાનો ધુરંધર સ્ટીવ સ્મિથ 923 રેટિંગની સાથે બીજા નંબર પર પહોંચી ગયો.

વિરાટ અને સ્મિથની પાછલી ઇનિંગ્સની વાત કરીએ તો ભારતના કેપ્ટને બાંગ્લાદેશની સામે રમાયેલ સીરીઝમાં કોલકત્તા ટેસ્ટ (ડે-નાઇટ)માં 136 રનની ઇનિંગ્સ રમ્યા હતા. બીજીબાજુ સ્ટીવ સ્મિથે પાકિસ્તાનની સામે બ્રિસ્બેન અને એડિલેડ ટેસ્ટમાં ક્રમશ: 4 અને 36 રન બનાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ – ગાંધીનગરમાં પરિક્ષાર્થીઓ પર પોલીસનું દમન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન