icc test rankings steve smith and pat cummins tops in batsman and bowling
  • Home
  • Sports
  • Cricket
  • ICCએ જાહેર કરી ટેસ્ટ રેંકિંગ, ભારતીય ખેલાડીઓ ઉંધા માથે ને કાંગારૂઓએ મારી બાજી

ICCએ જાહેર કરી ટેસ્ટ રેંકિંગ, ભારતીય ખેલાડીઓ ઉંધા માથે ને કાંગારૂઓએ મારી બાજી

 | 4:56 pm IST

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ પાંચ ટેસ્ટ મેચોની એશેઝ સિરીઝ પૂર્ણ થઇ ચૂકી છે. રવિવારે પાંચમી ટેસ્ટની ચોથા દિવસે ઇંગ્લેન્ડએ ઓસ્ટ્રેલિયાને હરાવી ટેસ્ટ સિરીઝ 2-2ની બરાબરી પર પૂર્ણ કરી છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ટેસ્ટ સિરીઝ બાદ આઇસીસીની ટેસ્ટ રેંકિંગમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે. બેટ્સમેનોમાં સ્મિથ જ્યાં પ્રથમ ક્રમાંકે છે. ત્યાં જ બોલરોમાં પૈંટ કમિંસએ પોતાના સ્થાનને મજબૂત બનાવ્યું છે.

એશેઝમાં પોતાના સૌથી વધુ 774 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી સ્ટીમ સ્મિથ 937 અંકો સાથે પ્રથમ સ્થાને કાયમ છે. તે બીજા નંબર પર રહેલા વિરાટ કોહલીથી 34 અંકોની દૂરી પર છે. ત્યા જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર કંઇ ખાસ નહી કરવાના કારણે રેંકિંગમાં વધુ ફાયદો થયો નથી અને 903 અંકો સાથે બીજા સ્થાન પર છે.

બેટ્સમેનોની રેંકિંગમાં કીવી કેપ્ટવ કેન વિલિયમસન 878 અંકો સાથે ત્રીજા, ભારતના ચેતેશ્વર પુજારા 825 અંકો સાથે ચોથો અને ન્યૂઝીલેન્ડના જ હેનરી નિકોલસ 749 અંકો સાથે પાંચમા સ્થાને છે.

આ તમામ સીવાય ઇંગ્લેન્ડ તરફથી એશેઝમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઝડપી બોલર જોફ્રા આર્ચરએ પોતાની શાનદાર બોલિંગથી રેંકિંગમાં લાંબી છલાંગ લગાવી છે. એશેઝની ચાર મેચોમાં 22 વિકેટ લઇ આર્ચર અત્યાર સુધીમાં ટોપ-40માં 37માં સ્થાને પહોંચી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : હેલ્મેટ વગરના લોકોના અવનવા બહાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન