ICC World Cup: India Vs NewZeland Match Weather mind Than Cricket
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ 2019: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ’20-20′ મેચ રમાશે? સામે આવ્યું મોટું કારણ

વર્લ્ડ કપ 2019: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ’20-20′ મેચ રમાશે? સામે આવ્યું મોટું કારણ

 | 11:39 am IST

વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડની સામનો કરી રહી છે પરંતુ 3-4 દિવસથી વરસાદના લીધે આ મેચમાં પૂરી ઓવર રમાવાની સંભાવના ઓછી દેખાય છે. વર્લ્ડકપની આ લીગ મેચ પહેલાં સૂરજ લાંબી રજા પર ગયો છે અને હવામાન વિભાગે બૂંદાબૂંદીની આશંકા વ્યક્ત કરી છે. જો હવામાન સાફ નહીં રહે અને થોડોક સમય પસાર થઇ જશે તો પછી 50 ઓવરની જગ્યાએ 20-20 ઓવરની મેચ પણ રમાઇ શકે છે.

કહેવાય છે કે તડકો ના હોવાથી મેદાન સૂકાવાનો સમય ઓછો જ મળશે, જે રમવા માટે સુરક્ષિત પણ નથી. જો મેદાનની પરિસ્થિતિઓ રમતની અનુકૂળ નહીં રહે તો મેચ અધિકારી ખેલાડીઓની સુરક્ષાને ખતરામાં મૂકશે નહીં. એ વાતની પણ વધુ આશંકા છે કે મેચ કોઇપણ બોલ ફેંકાયા વગર જ રદ્દ થઇ જાય.

ભારતીય ટીમના બેટસમેન કોચ સંજય બાંગડ એ કહ્યું કે ઇંગ્લેન્ડમાં હવામાનના લીધે એક કે 2 મેચ પર અસર પડવી સ્વાભાવિક છે અને ખેલાડીઓએ તેના પર વધુ વિચારવું જોઇએ નહીં. ટ્રેંટ બ્રીજમાં મંગળવારના રોજ પણ પ્રેક્ટિસ મેચ રદ્દ થઇ ગઇ હતી. જો કે ટીમ અંદાજે 90 મિનિટ પર મેદાન પર રહી ત્યારે વરસાદ નહોતો પરંતુ જેવા ખેલાડી પિચની તરફ ગયા તો વરસાદ શરૂ થઇ ગયો.

ટીમમાં કાર્તિક કે શંકર?
ભારતીય ઓપનર શિખર ધવનને અંગૂઠાની ઇજા પહોંચતા કમ સે કમ આવતી 3-4 મેચ માટે ટીમમાંથી બહાર છે, એવામાં લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે. આ બધાની વચ્ચે દિનેશ કાર્તિક કે વિજય શંકરમાંથી કોઇ એકને પ્લેઇંગ-XIમાં જગ્યા મળી શકે છે.

પિચનો મિજાજ
પાકિસ્તાનની સામે પહેલી મેચને છોડી દઇ તો ટુર્નામેન્ટમાં આ ગ્રાઉન્ડ પર બેટેસમેનની જ બોલબાલા જોવા મળી છે. આ મેચમાં બોલર્સને ઘણી મહેનત કરવી પડી શકે છે.

આ વીડિયો પણ જુઓ – વેરાવળ બંદર પર ત્રણ ફિશિંગ બોટ ફંગોળાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન