icc wtc team india almost out of world test championship final race how
  • Home
  • Sports
  • Cricket
  • ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર! જાણો કેવી રીતે

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર! જાણો કેવી રીતે

 | 4:55 pm IST
  • Share

  • આફ્રિકા સામે સિરીઝ હારથી ટીમને નુકસાન

  • પોઈન્ટ ટેબલમાં ભારત પાંચમાં સ્થાને પહોંચ્યું

  • પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચવાના દાવેદાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મેચ જીતવાના મામલે ભારત આગળ છે, પરંતુ તેણે તેના માટે ઘણી મેચો પણ રમી છે. તેથી જીતની ટકાવારી 50 કરતા ઓછી છે. ICCના નવા નિયમો અનુસાર, પોઈન્ટ ટેબલમાં ટીમનું સ્થાન જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે.

જીતમાં આગળ, જીતની ટકાવારીમાં પાછળ

સાઉથ આફ્રિકા સામે 2-1થી સિરીઝ હારી જવાથી ભારતીય ટીમની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશાને આંચકો લાગ્યો છે. ભારતીય ટીમને કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાના હાથે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ચોથાથી પાંચમા સ્થાને ખસી ગઈ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ભારતે કુલ નવ મેચ રમી છે જેમાંથી ચાર જીતી, બે મેચ ડ્રો અને ત્રણમાં ટીમનો પરાજય થયો છે.

કયા આધારે પોઈન્ટ મળે છે?

ICCના નિયમો અનુસાર, મેચ જીતવા માટે વિજેતા ટીમને 12 પોઈન્ટ મળે છે. બીજી તરફ, જો મેચ ડ્રો થાય છે, તો બંને ટીમોને ચાર-ચાર પોઈન્ટ મળે છે અને હારનાર ટીમને કોઈ પોઈન્ટ નથી મળતો. જો ટાઈ થાય તો બંને ટીમોને છ-છ પોઈન્ટ મળે છે. પોઈન્ટ ટેબલની રેન્કિંગ દરેક મેચમાં ટીમ દ્વારા મેળવેલા પોઈન્ટ્સની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. એક મેચમાં કુલ 12 પોઈન્ટ જ હોય છે.

ભારતીય ટીમને એક સ્થાનનું નુકસાન

ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી હાર સાથે ટીમ ઈન્ડિયા જીતની ટકાવારીમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતની જીતની ટકાવારી 49.07 છે. ધીમી ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયાને ત્રણ પોઈન્ટનું પણ નુકસાન થયું છે, જેના કારણે તેના પોઈન્ટ 53 થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાએ સતત બે ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને બે જીત સાથે 24 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી 66.66 છે. જેના કારણે ટીમ ચોથા સ્થાને છે.

ભારત ફાઈનલમાંથી આ રીતે થશે બહાર

આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમે શ્રીલંકા સામે બે ટેસ્ટ અને ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમવાની છે. જો આમાંથી એક પણ ડ્રો કે હારી જશે તો ભારત સંપૂર્ણપણે બહાર થઈ જશે. જો ભારત શ્રીલંકાની ટીમ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરે તો પણ જીતની ટકાવારી ઓછી રહેશે. ભારત તેની ધરતી પર ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમશે. આ પહેલા ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે લિમિટેડ ઓવરની ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ જવું અને તેને એકમાત્ર ટેસ્ટમાં હરાવવું સરળ નહીં હોય. ઓસ્ટ્રેલિયા (4) અને બાંગ્લાદેશ (2) સામે વધુ છ ટેસ્ટ રમાશે. જો ટીમ ઈન્ડિયા આ બેમાંથી એક સિરીઝ પણ હારી જાય તો ફાઈનલમાં પહોંચવું અશક્ય બની જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો