ICC's big move, released guidelines to resume cricket after corona virus
  • Home
  • Sports
  • Cricket
  • ICCનું મોટું પગલું, કોરોના મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ કરવાને લઇ ગાઇડલાઇન જાહેર કરી

ICCનું મોટું પગલું, કોરોના મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ કરવાને લઇ ગાઇડલાઇન જાહેર કરી

 | 5:36 pm IST

કોરોના વાયરસ મહામારી બાદ દુનિયાભરમાં ફરીથી ક્રિકેટ શરૂ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગાઇડલાઇન જાહેર કરી છે. હવ આ અંતર્ગત ઘરેલૂ ક્રિકેટરથી લઇ આંતરરાષ્ટ્રીય ખેલાડી અભ્યાસ, પ્રવાસ અને રમત દરમિયાવ બીજા કાર્યો પણ કરી શક્શે.

ગાઇડલાઇનને ચાર ચરણમાં વહેંચી

આઇસીસીએ પોતાની આ ગાઇડલાઇનને ચાર ચરણમાં વહેંચી છે. પહેલા ચરણમાં ખેલાડીઓને એકલા પ્રેક્ટિસ શરૂ કરવાની રહેશે. આ પછી બીજા ચરણમાં ત્રણ ખેલાડીઓ સમૂહ અભ્યાસ કરી શક્શે. ત્રીજા ચરણમાં નાના ગ્રુપ અથવા ટીમ પોતાના કોચ સાથે ટ્રેનિંગ લઇ શક્શે. ચોથા અને છેલ્લા સ્ટેજમાં ટીમ પોતાના સંપૂર્ણ સ્કોડ સાથે મેચ રમી શકશે, પરંતુ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો રહેશે.

આ સાથે ગાઇડલાઇન્સમાં તમામ ક્રિકેટ બોર્ડસને જરૂરી સ્વાસ્થ્ય તપાસ, તાપમાન તપાસ અને કોવિડ-19 પરિક્ષણની સાથોસાથ મેચ પહેલા 14 દિવસનો પૃથક અભ્યાસ શિબિરની પણ ભલામણ કરી છે. ચિકિત્સા અધિકારી અને જૈવ સુરક્ષા અધિકારીની નિયુક્તિ પર પણ વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. જે સંબંધિત દેશ દ્વારા સરકારી નિયમોને લાગૂ કરવા અને પ્રતિયોગિતાને ફરીથી શરૂ કરવા માટે સુરક્ષા યોજનાની જવાબદારી લે.

ક્યારથી શરૂ થશે ક્રિકેટ?

ગત બે મહિનાથી બંધ ક્રિકેટ ગતિવિધિઓ ક્યારથી શરૂ થઇ શક્શે તેની જાણકારી સમગ્ર ગાઇડલાઇન્સમાં નથી. આ દિશાનિર્દેશો વ્યવહારુ સૂચનો સાથે એક માળખું પ્રદાન કરે છે જેના પર સુરક્ષા અને જોખમ વિના ક્રિકેટ મેદાનમાં પાછા આવી શકે છે. અનિલ કુંબલેની આગેવાનીવાળી એક ક્રિકેટ સમિતિ પહેલાથી જ ICCની સામે બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધની ભલામણ કરી ચૂકી છે. અહિં તમને જણાવી દઇએ કે, દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલ આ જીવલેણ બીમારીએ અત્યાર સુધીમાં 50 લાખ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. ત્યાં જ ભારતમાં આ આંકડો સવા લાખની પાર જઇ શકે છે.

આ વીડિયો પણ જુઓ : 24 કલાકમાં BSFના 21 જવાનને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન