આઈસક્રીમની ચમચીમાંથી બનાવો પેન બોક્સ - Sandesh
  • Home
  • Kids Corner
  • આઈસક્રીમની ચમચીમાંથી બનાવો પેન બોક્સ

આઈસક્રીમની ચમચીમાંથી બનાવો પેન બોક્સ

 | 12:05 am IST

દોસ્તો હાલમાં તો પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે, એટલે હાલમાં તો તમારું ધ્યાન મન મૂકીને વાંચવામાં જ હશે. પરંતુ વાંચનને થોડો બ્રેક આપી ઈત્તર પ્રવૃત્તિ દ્વારા તમારા મગજને ફ્રેશ રાખવું અને આરામ આપવો પણ એટલું જ જરૂરી છે. તો આ માટે આજે આપણે કંઈક નવું બનાવવાનું શિખીશું. જેમાં તમને મજા પણ આવશે. તો ચલો આજે તમારા મગજને થોડું ફ્રેશ કરીએ અને કંઈક નવું બનાવતા પણ શિખવાડીયે. તો આજે આપણે બનાવીશું આઈસક્રીમની ચમચીમાંથી સરસ મજાનું પેનબોક્સ. આ માટે સૌ પ્રથમ જોઈશે આઈસક્રીમની લાંબી ચમચીઓ, રંગ, કટર, ગુંદર, પૂંઠુ, એક મોતી અને સુશોભનની વસ્તુઓ. સૌથી પહેલાં આઈસક્રીમની ચમચીઓ લો. બધી જ ચમચીને અલગ-અલગ રંગોથી રંગો. હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આઈસક્રીમની ચમચીને પાંચ પાંચ કરીને ચોરસ આકારમાં ગુંદરની મદદથી ચોંટાડો. ચોરસ બની ગયા બાદ બીજી ચમચી લો તેને કટરથી કાપીને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ટેકા માટે ચોરસ બોક્સની ફરતે ચોંટાળો. હવે બીજી ચમચીઓ લઈને તેને એક બીજા સાથે જોડીને તેના તળીયાવાળા ભાગમાં ચાંટાડો. ત્યારબાદ એક જાડું પૂંઠુ લો. તેને નાના ગોળાકારમાં કાપીને તેના પર તમારો મનગમતો રંગ કરીને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ફૂલ બનાવો. હવે ફૂલની વચ્ચે બીજું એક ફૂલ બનાવો. તેની વચ્ચે એક નાનો મોતી ચાંટાડો. આ ઉપરાંત તેના પર તમે બજારમાં મળતા તૈયાર ટોય સ્ટિક પણ ચોંટાડી શકો છો. આમ તેના પર તમે તમારી મરજી મુજબ પણ સુશોભન કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન