આઈસક્રીમની ચમચીમાંથી બનાવો ફોટો ફ્રેમ - Sandesh
  • Home
  • Kids Corner
  • આઈસક્રીમની ચમચીમાંથી બનાવો ફોટો ફ્રેમ

આઈસક્રીમની ચમચીમાંથી બનાવો ફોટો ફ્રેમ

 | 12:05 am IST

સમય મળતાં નકામી વસ્તુમાંથી કંઈક બનાવી તેનો સદઉપયોગ કરીએ તો કેટલો આનંદ મળે છે. આજે આપણે વેસ્ટમાંથી કંઈક બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીશું અને બનાવીશું કેન્ડી આઈસક્રીમની ચમચીમાંથી સરસ મજાની ફોટો ફ્રેમ. આ માટે સૌથી પહેલા જોઈશે કેન્ડી આઈસક્રીમની ચમચીઓ, લીલો રંગ, નકામો પ્લાસ્ટિકનો ગ્લાસ, ગુંદર, સફેદ જાડો કાગળ, તમારો ફોટો. સૌ પ્રથમ કેન્ડી આઈસક્રીમની ચમચી લો તેને ગુંદરની મદદથી ચોંટાડી તેના પર લીલો રંગ કરો અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણેનું સ્ટેન્ડ તૈયાર કરો. હવે ફરી ચાર આઈસક્રીમની ચમચી લો. તેના પર પણ લીલો રંગ કરો અને તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ચોરસ આકારમાં ચોંટાડો અને ફોટો ફ્રેમ બનાવો. ફોટો ફ્રેમની પાછળના ભાગમાં તેના માપનું એક સફેદ જાડું પૂંઠું કાપીને ચોંટાડો. હવે તે પૂંઠા પર તમારો ફોટો તમારા મનગમતાં આકારમાં કાપીને ચોંટાડો. હવે એક પ્લાસ્ટિકનો નકામો ગ્લાસ લો. તેની ફરતે આઈસક્રીમની ચમચીઓ ચોંટાડો અને તેની પર પણ લીલો રંગ કરો. હવે ફોટો ફ્રેમ અને પ્લાસ્ટિકના તૈયાર કરેલા ગ્લાસને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્ટેન્ડ પર ચોંટાડો. ત્યારબાદ તેના પર બજારમાં મળતા અથવા ઘરમાં પડેલા ફૂલ તેમજ પ્લાસ્ટિકના ઘાસથી તેનું ડેકોરેશન કરો. આ ઉપરાંત તમે તમારી મરજી મુજબ પણ તેના પર ડેકોરેશન કરી શકો છો. તૈયાર છે તમારી મસ્ત મજાની ફોટો ફ્રેમ અને પેન બોક્સ સાથેનો શો-પીસ.