આઇસ ક્રિકેટનો રોમાંચ: બરફ પર 'જામી ગયો' સહેવાગ, ફટકારી દીધી અડધી સદી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આઇસ ક્રિકેટનો રોમાંચ: બરફ પર ‘જામી ગયો’ સહેવાગ, ફટકારી દીધી અડધી સદી

આઇસ ક્રિકેટનો રોમાંચ: બરફ પર ‘જામી ગયો’ સહેવાગ, ફટકારી દીધી અડધી સદી

 | 9:20 am IST

ક્રિકેટના મેદાન પર વીરેન્દ્ર સહેવાગના ચોગ્ગા-છગ્ગા તો તમે ઘણા જોયા હશે, પરંતુ બરફના મેદાન પર બેટિંગ કરતાં જોવા તદ્દન અલગ જ રહ્યું. સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોર્ટિઝમાં શાહિદ આફ્રિદીની ટીમ રોયલ્સ અને વીરેન્દ્ર સહેવાગની ટીમ પેલેસ ડાયમંડસની વચ્ચે ટી20 મેચ રમાયું. આફ્રિદી બરફના મેદાન પર ખાતું ખોલ્યા વગર આઉટ થયા, જ્યારે વીરૂ એ તાબડતોડ હાફસેન્ચુરી મારી હતી. તેણે આ દરમ્યાન 31 બોલમાં 62 રન બનાવી ક્રિકેટ પ્રેમીઓની ઇચ્છા પૂરી કરી દીધી. જો કે તેમ છતાંય સહેવાગની ટીમને હારનો સામનો કરવો પડ્યો.

આ ટી20 મેચમાં કેટલાંય પૂર્વ ક્રિકેટરોએ ભાગ લીધો. ઇંગલેન્ડના પૂર્વ ક્રિકેટર ઓવેસ શાહ (નોટઆઉટ 74) અને પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકની ચાર વિકેટની મદદથી રોયલ્સ એ 26 બોલ બાકી રહેતા જ છ વિકેટથી જીત નોંધાવી હતી. પેલેસ ડાયમંડસ એ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો અને ટીમએ 20 ઓવરમાં 9 વિકેટ પર 164 રન બનાવ્યા. જવાબમાં રોયલ્સ એ 15.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

શાહ એ 34 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 74 રનની ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા. આ જીતની સાથે રોયલ્સ એ બે મેચોની સીરીઝમાં 1-0 પર છે. બીજી મેચ આજે રમાવાની છે.