ICICI bank appealed in HC for recover bonuses Chanda Kochhar
  • Home
  • Business
  • ICICIના પૂર્વ CEO ચંદા કોચરને વધુ એક મોટો ઝાટકો! હવે બેંક રૂ.12 કરોડનું બોનસ પરત લેશે

ICICIના પૂર્વ CEO ચંદા કોચરને વધુ એક મોટો ઝાટકો! હવે બેંક રૂ.12 કરોડનું બોનસ પરત લેશે

 | 11:53 am IST

લોન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસ મામલે ફસાયેલ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરની મુશ્કેલીઓ સતત વધી રહી હોય એમ લાગી રહ્યું છે. પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા ગાળિયો કસવામાં આવ્યો અને રૂ.800 કરોડની સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે ICICI બેંકે ચંદા કોચરને આપેલ બોનસ પરત લેવા માટે હાઇકોર્ટમાં રિકવરી સૂટ દાખલ કર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ICICI બેંક ચંદા કોચરને બોનસ અને અન્ય ફાયદોના ભાગ રૂપે આપેલ 12 કરોડ રૂપિયા પાછા લેવા માંગે છે. આપને જણાવી દઈએ કે ચંદા કોચરને બેંકના CEO અને MD પદથી હટાવવમાં આવ્યા છે. વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન નિયમો વિરુદ્ધ જઈ આપવા મામલે ચંદા કોચર ફસાયેલ છે. રિપોર્ટ મુજબ બેંકે ગત સપ્તાહે શુક્રવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. બેંકે એક એફિડેવિટના માધ્યમથી આ માગ કરી કે ગત વર્ષે ચંદા કોચર દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીને ફગાવવામાં આવે.

મળતી માહિતી મુજબ આ મામલે હવે આગામી સુનાવણી 20, જાન્યુઆરીએ સોમવારે થશે. રિપોર્ટ પ્રમાણે બેંકે જણાવ્યું કે ચંદા કોચરને એપ્રિલ 2006થી માર્ચ 2018 વચ્ચે બોનસ આપવામાં આવ્યું હતું. બેંક ક્લોબેક હેઠળ બેનસ પરત લેવા માંગે છે. જેમાં એવી જોગવાઈ છે કે કોઈ કંપની કર્મચારીના ખોટા વ્યવહાર થવા કંપનીની ખોટની સ્થિતિમાં બોનસ જેવી ઇન્સેંટિવની મૂડી પરત લઈ શકે છે. જોકે આ પહેલા ચંદા કોચરે પણ પોતાને ટર્મિનેટ કરવા મામલે બેંક વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગરના લીંબડી જેલમાં 4 કેદીઓ ફરાર થઇ ગયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન